જૂનાગઢમાં વૃધ્ધાનું ગળુ કાપી હત્યા

જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં આજે 12મેએ સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસસ્થાને…

જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં આજે 12મેએ સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસસ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળું કાપીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને એસપી, ઉુજઙ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.

મૃતક વૃદ્ધાની ઓળખ સુનીતાબેન રાયજા (ઉંમર 63 વર્ષ) તરીકે થઈ છે. સુનીતાબેન તેમના પતિ, પુત્ર અને વહુ સાથે આ ઘરમાં રહેતા હતા. બનાવ સમયે તેમના પતિ માંગનાથ બજારમાં આવેલી પોતાની કાપડની દુકાને ગયા હતા, પુત્ર વ્યવસાયિક કામ અર્થે બહાર હતો અને પુત્રવધૂ પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં સુનીતાબેન એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું.

આ ઘટનાનો જાણ ત્યારે થઈ જ્યારે પરિવારજનોએ સાંજના સમયે સુનીતાબેનને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ સામે સુનીતાબેન કોલ રીસીવ ન થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આથી તેમણે તાત્કાલિક પાડોશમાં રહેતા લોકોને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતું. પરિવાર અને પાડોશીઓ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા છે. આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી છે કે પછી તેની પાછળ કોઈ અંગત અદાવત જવાબદાર છે અને હત્યા કોના દ્વારા કરવામાં આવી છે.

તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.જૂનાગઢ ડીએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગિરિરાજ નગર ચિત્રકૂટ સોસાયટીમાં આજે સાંજના સમયે એક ગંભીર બનાવ બન્યો છે. જેમાં સુનીતાબેન રમેશભાઈ રાયજા, જેઓ 65 વર્ષના વરિષ્ઠ નાગરિક છે, તેઓ સાંજના સમયે ઘરે એકલા હતા.

તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે તેમના ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે. હાલ પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. મૃતકના પીએમ (પોસ્ટ મોર્ટમ) માટેની તજવીજ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત, મૃતકના પુત્રની ફરિયાદ લેવાની કામગીરી પણ પોલીસ દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *