ગોંડલમાં યુવાને દારૂના નશામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગોંડલમાં રહેતા યુવાને દારૂના નશામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…

ગોંડલમાં રહેતા યુવાને દારૂના નશામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આવેલા ભગવતીપરા વિસ્તારમાં રહેતાં ગૌરવ નથુરામ અમરદાસ દુધરેજીયા (ઉ.40) એ મધરાત્રે ઘર બહાર આડીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો અને તેને સંતાનમાં બે બાળકો છે. મૃતક યુવાન દારૂની કુટેવ ધરાવતો હોવાથી દારૂના નશામાં પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં લાઠીના કેરીયા ગામે રહેતા જસુબેન દાનાભાઈ પેટીયાર (ઉ.65) ચુલા પરથી ગરમ પાણીલેવા જતાં અકસ્માતે દાઝીયા હતાં. વૃધ્ધાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *