કારખાનામાં સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ શંકા કરી ખૂની ખેલ ખેલ્યો’તો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં યુવતી ની હત્યા નિપજાવવા ના કેસ માં તેના આરોપી પ્રેમી ને અદાલતે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. બનાવની હકીકત એવી છે કે ફરીયાદી મનસુખ ભાઈ રણછોડભાઈ કણજારીયા (રહે. ચેલા) ને ભોગબનનાર તેની પુત્રીને તથા આ કામના આરોપી ભાવેશ રણછોડભાઈ સોનગરા (રહે. નાની રાફુદળ ) બંને એકજ કારખાના માં કામ કરતા હોય, તેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ હતો.
ત્યાર બાદ તા.5/4/2023 ના રોજ આરોપી ભોગ બનનાર ને નાની રાકુદળ ગામ ની સીમ વીસ્તારમાં લઇ ગયેલ અને ત્યાં ભોગ બનનાર ની મરજી વીરુદ્ધ શરીર સબંધ બાંધેલ જેથી ભોગબનનાર રડવા લાગતા આરોપીએ તેમને ચાકુ બતાવી તેમને માર મારી, અને મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર પાસે 3 ઓડીયો કલીપો બોલાવી આરોપીએ પોતાના મોબાઇલમાં ઉતારી ભોગબનનારના પીતા ફરીયાદી ને તેના મોબાઈલમાં ઓડિયો ક્લિપ મોકલી હતી.
ત્યારબાદ આરોપી એ ફરિયાદીને પોતાના મોબાઈલ માંથી ફોન કરીને ઓડિયો ક્લિપ જોઈ લેવાનું કહેલ ત્યારબાદ આરોપી એ ભોગ બનનાર પર શક કરી ભોગ બનનાર ને માથાના ભાગે પથ્થર વડે માર મારી તથા ગળાના ભાગે છરી વડે ઘા મારી તેની હત્યા નીપજાવેલ. જેની ફરિયાદી તેની પુત્રીની શોધખોળ કરતા નાની રાફુદળ ગામની સીમમાં આવેલ એક વાડી એ ભોગ બનનાર ની લાશ મળી આવેલ. જે બાબતે ફરિયાદી એ આરોપી વિરુદ્ધ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેથી લાલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, હત્યાની કલમ મુજબ નો ગુનો નોંધી તપાસ કરતા આ કામમાં કોઈ નજરે જોનાર સાહેદ ન હોય પરંતુ મરણ જનાર તથા આરોપી ને સાથે જતા સાહેદો ના નિવેદનો તથા બનાવ વાળી જગ્યા એથી આરોપી ના કોલેજ ના તથા શાળા ના માર્કશીટ,આધાર કાર્ડ, જન્મ તારીખ નો દાખલો તથા આરોપી ના લોહી વાળા કપડા મળી આવ્યા હતા.જે અનુસંધાને કેસ સ્પેશિયલ પોસ્કો કોર્ટ ના એડિશનલ સેસનસ જજ મોંઘેરા ની કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષ તરફે આરોપીની મરણ જનાર સાથેની હાજરી સાહેદો ના પુરાવા ની તથા આરોપીના મોબાઈલ લોકેશન બનાવ વાળા સ્થળે આવેલ હોય, તેમજ આરોપીના બનાવ સ્થળે થી મળી આવેલ દસ્તાવેજી પુરાવા ની આરોપી ની ભોગ બનનાર સાથે હાજરી સાબિત થયેલ હોય, એફ એસ એલ માં પણ આરોપીના કપડા ઉપર રહેલ લોહીના નમુના ભોગ બનનારના લોહી સાથે મેચ થયેલ હોય.
તેમજ ફરિયાદીના મોબાઇલમાં આરોપી એ કરેલ ફોન તથા ત્રણ ઓડિયો ક્લિપો, મોબાઈલ કોલ ડીટેલ તથા એફ.એસ.એલ રિપોર્ટ થી સાબિત થયેલ હોય. તેથી સંયોગીક પુરાવા સાબિત થયેલ હોય. અને તે અંગે સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ દીપક આર ત્રિવેદી ની દલીલ તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટના ચુકાદા માન્ય રાખી આરોપી ને આજીવન સખત કેદ ની સજા તથા રૂૂપિયા 15000 ના દંડ નો હુકમ કરેલ છે.
