રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જામનગર રોડ પર ગાયત્રી નગરમાં જમાઇ ના ઘરે આરામ કરવા ગયેલા પ્રૌઢા રાત્રે સુતા બાદ સવારે ઉઠયા જ ન હતા ઉંઘમાં જ હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યુ હતું. જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આનંદનગર કોલીનીમાં રહેતા રંજનબેન રાજેશભાઇ જોશી (ઉ.વ.59)નામના પ્રૌઢા જામનગર રોડ ગાયત્રીનગરમાં રહેતા તેના જમાઇ હીરેનભાઇના ઘરે હતા ગતરાત્રે સુતા બાદ આજે સવારે તેઓ ઉઠયા ન હતા જેથી પરિવાર જનો દ્વારા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયા ફરજ પરના તબીબોએ તેને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રંજનબેનના પતિ અને પુત્ર હયાત ન હોય તેમને સંતાનમાં બે પુત્રી છે. તેઓ બિમાર હોવાથી જમાઇના ઘરે આરામ કરવા ગયા હતા. દરમિયાન રાત્રીના સમયે ઉંઘમાં જ હાર્ટએટેક આવી જતા મોત થયાનુ જાણવા મળ્યુ છે.
