મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સૌથી વધુ કલાસ વન અધિકારીઓની કરી નિમણૂક
ટીઆરપી દુર્ઘટના બાદ વિખાઇ ગયેલ વિભાગીય કામગીરી મજબૂત બનાવાશે
મહનગરપાલિકામાં ટીઆરપી ગેમઝોન બાદ મોટાભાગના વિભાગોમાં બદલીનો દોર ચાલુ થયો હતો. તેમજ અનેક ઉચ્ચ અધિકારીઓએ રાજીનામા આપી દેતા અને અમૂક અધિકારીઓ નિવૃત થતા વિભાગીય કામગીરી ખોરવાઇ ગઇ હતી આથી મ્યુ.કમિશનર તરીકે તુષાર સુમેરો ચાર્જ સંભાળતા જ ઉચ્ચ અધિકારીઓ તેમજ અત્યાર સુધી જે પોસ્ટ ખાલી હતી તે તમામ પોસ્ટ ઉપર ડે.કમિશનર સહિતનાની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે અને માર્ચ માસ સુધીમાં સિટી ઇજનેર તેમજ છ ડીએમસી અને આઠ એએમસીનુ સેટઅપ ઉભુ કરી દેવામાં આવશે તેમ મ્યુ.કમિશનરશ તુષાર સુમેરાએ જણાવ્યુ હતું.
મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ તંત્રને ઘણા સમયથી ખાલી પડેલ જગ્યાઓ ઉપરાંત ઝોન વાઇજ જવાબદારી માટે ડે.કમિશનર અને આસી.કમિશનર તથા સિટી ઇજનેર સહિતની જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યુ સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાંચ ઇજનેરના ઇન્ટરવ્યુ લેવાઇ ગયા છે. તેમજ એક ડે.કમિશનરની જગ્યા માટે સાત અરજીઓ આવી છે. તેના ઇન્ટરવ્યુ ગોઠવી ફાઇનલ રીપોર્ટ આગામી બોર્ડમાં મોકવલામાં આવશે તેમજ થોડા સમય બાદ વધુ બે ડે.કમિશનરની ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે તેમજ ચાર લોકલ ડીએમસી અને એક સરકારમાંથી આઇએએસ તથા એક જીએએસ મોકલવામાં આવશે માર્ચ માસ સુધીમાં છ ડે.કમિશનર અને આઠ આસી.કમિશનર તથા સિટી ઇજનેર સહિતનાનુ સંપૂર્ણ સેટઅપ ગોઠવી દેવામાં આવશે જેના લીધે ટીઆરપી ગેમઝોન પછી રાજીનામા સહિતના મુદ્દે વિખાઇ ગયેલુ સેટએપ વધુ સ્ટોંગ બનશે
ડે.કમિશનરની પોસ્ટ માટે 7 દાવેદારો
મહાનગરપાલિકામાં ડે.કમિશનરની ઇનભરતી માટે અરજી મંગાવામાં આવેલ જેમાં આજ સુધીમાં સાત અધિકારીઓએ ડીએમસી બનવા માટે અરજી કરી છે. જેમાં હર્ષદ પટેલ, સમીર ધડુક, રાજીગ ગામેતી, મનીષ વોરા, કાશ્મીરા વાઢેર, વિપુલ ધોણીયા અને એચપી રૂપારેલીયા સહિતનાઓએ અરજી કરેલ છે. તેવી જ રીતે ઇજનેરની ભરતી માટે ઇન્ટરવ્યુ સહિતની કાર્યવાહી કર્યા બાદ નામ ફાઇલન કરવામાં આવ્યા છે અને આ નામનુ લિસ્ટર ઓફિસર સિલેકશન કમિટી સમક્ષ મૂકવામાં આવશે.
