મનરેગા કૌભાંડના ‘નરેશ’ બચુ ખાબડને વિધાનસભાના સત્રમાં પણ નો એન્ટ્રી

મનરેગા કૌભાંડના કારણે રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ રાજ્ય સરકાર માટે ગળાની હાડકી બની ગયા છે. મનરેગા ભ્રષ્ટાચારમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રોની ધરપકડ કરવા…

મનરેગા કૌભાંડના કારણે રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ રાજ્ય સરકાર માટે ગળાની હાડકી બની ગયા છે. મનરેગા ભ્રષ્ટાચારમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રોની ધરપકડ કરવા છતાં હજુ સુધી ભાજપ સરકારે તેનું રાજીનામું લીધું નથી અને લોકોથી છુપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અગાઉ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સહિતના સરકારી કાર્યક્રમોમાંથી બચુ ખાબડની બાદબાકી કરવામાં આવ્યા બાદ હવે આગામી તા.8 મીથી શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્રમાં પણ આબરૂ બચાવવા ભાજપ સરકારે બચુ ખાબડની બાદબાકી કરી નાખી છે અને વિધાનસભામાં તેના વિભાગનાં જવાબો આપવાની જવાબદારી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને સોંપી દીધી છે.

જો કે, ભ્રષ્ટાચારના કારણે પાર્ટીની છબી ખરડાતી હોવા છતાં સરકાર શાહમૃગી વૃત્તિ દાખવી રહી છે. મંત્રી બચુ ખાબડની મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભા સત્રમાં પણ મંત્રીને દૂર રખાશે રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડને કારણે રાજ્ય સરકારની છબી ખરડાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ તેમને દૂર રાખવામાં આવનાર છે. ખાબડના પંચાયત વિભાગનાં પ્રશ્ર્નોના જવાબ આપવાની જવાબદારી રાઘવજી પટેલને સોંપવામાં આવી છે. બચુ ખાબડ આ પહેલા કેબિનેટની બેઠકમાંથી પણ દૂર રહ્યા છે.

તેમના પુત્રોની મનરેગા કૌભાંડમાં સંડોવણી જાહેર થયા બાદ સરકાર તેમને દૂર રાખશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. બચુ ખાબડને વડાપ્રધાન મોદીના દાહોદ ખાતેના કાર્યક્રમમાં પણ દૂર રખાયા હતાં. તેઓ છેલ્લે ગોધરા ખાતેના એક કાર્યક્રમમા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડને વેતરવા માટે ભાજપે તૈયારીઓ શરૂૂ કરી છે. આ ભ્રષ્ટાચારને કારણે છબી ખરડાતા નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. ભાજપ મતનું ડેમેજ કંટ્રોલ કરવા ભરત વાખડાને કેસરીયા કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *