કુવાડવા હાઇવે પર બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘુસી જતા ચાલક પ્રૌઢનું મોત

શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર કારના શોરૂમ નજીક બંધ ટેન્કર પાછળ સ્કુટર ઘુસી જતા સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા અને ચાંદી કામ કરતા…

શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર કારના શોરૂમ નજીક બંધ ટેન્કર પાછળ સ્કુટર ઘુસી જતા સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા અને ચાંદી કામ કરતા પ્રૌઢનું ગંભીર ઇજા થતા મોત નીપજયું છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર શકિત સોસાયટી શેરી નં.14માં રહેતા દિલીપભાઇ દિનેશભાઇ શીંગાળા (ઉ.55) નામના પ્રૌઢ ગત રાત્રી પોતાનું સ્કુટર લઇ કુવાડવા હાઇવે પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ તરફથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ આવતા હતા ત્યારે ઓડીના શો રૂમ નજીક પાર્ક કરેલા બંધ ટેન્કર પાછળ સ્કુટર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દિલીપભાઇનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ અંગે 108ના સ્ટાફે મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ચાંદીકામની મજુરી કરતા હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *