રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટના સ્વિમરોનો દબદબો

તાજેતરમાં વર્ષ 2025-26માં રાજયકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા(ભાઈઓ તેમજ બહેનો) યોજાઈ હતી, જેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્ષ સ્વિમિંગ એકેડમી તથા ડાયાભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલના સ્વિમરોએ ઝળહળતો દેખાવ…

તાજેતરમાં વર્ષ 2025-26માં રાજયકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા(ભાઈઓ તેમજ બહેનો) યોજાઈ હતી, જેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્ષ સ્વિમિંગ એકેડમી તથા ડાયાભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલના સ્વિમરોએ ઝળહળતો દેખાવ કરીને 3 ગોલ્ડ,6 સીલ્વર અને 24બ્રોન્ઝ મેડલ મેળવીને રાજયકક્ષાએ સફળતા મેળવેલ છે. ઝળહળતો દેખાવ કરનાર સ્વિમરોએ આજ તા.03/03/2026, મંગળવારના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયાની શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

રાજયકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં મહીલા ખેલાડી સ્વરા ત્રાંગડીયા સિલ્વર મેડલ 1, બ્રોન્ઝ મેડલ 3, નિષ્ઠા દવે બ્રોન્ઝ મેડલ 3, દેવલ પંડ્યાને બ્રોન્ઝ મેડલ 3, નિષ્ઠા દવે બ્રોન્ઝ મેડલ 3, દેવલ પંડયા બ્રોન્ઝ મેડલ 1, દ્વિસી ધંધુકીયા બ્રોન્ઝ મેડલ 2, ક્રીશા અકબરી બ્રોન્ઝ મેડલ 2, માતંગી માંકડ બ્રોન્ઝ મેડલ 1 જીત્યા હતા. જયારે પુરૂષ ખેલાડી વ્યોમ ચનીયારા સિલ્વર મેડલ 1, બ્રોન્ઝ મેડલ મેડલ 2, નિહાલ સોનેજી સિલ્વર મેડલ 1, બ્રોન્ઝ મેડલ 1, હવિશ રાવલ ગોલ્ડ મેડલ 3, બ્રોન્ઝ મેડલ 2, કેયુર રામવાણી બ્રોન્ઝ મેડલ 1, વીેર સોની બ્રોન્ઝ મેડલ 1, દિવ્યરાજસિંહ ચુડાસમા બ્રોન્ઝ મેડલ 1, યુગ સંઘવી સિલ્વર મેડલ 2, બ્રોન્ઝ મેડલ 1, નીર ગામઢા બ્રોન્ઝ મેડલ 1, પાર્થિવ મેઘાણી બ્રોન્ઝ મેડલ 1, દિવ્યમ ચોટલીયા બ્રોન્ઝ મેડલ 1 જીત્યા હતા.

ખેલાડી બાળકો સાથે બાળકોના કોચ બંકિમ જોશી, નિમેષભાઈ ભારદ્વાજ, જયભાઈ લોઢીયા તથા જાડેજા દેવેન્દ્રસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. આ બધા જ સ્વિમરોએ અમદાવાદ, સુરત તેમજ વડોદરા તથા મહેસાણાના સ્વિમરો સાથે હરીફાઈ કરીને ઉપરોકત સફળતા પ્રાપ્ત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *