ગુજરાત
ઈકો ફ્રેન્ડલીનું ચલણ વધ્યું, મૂર્તિ વિસર્જનમાં 50 ટકાનો ઘટાડો
ગત વર્ષે 6328ની સામે આ વખતે 3476 ગણપતિ મૂર્તિનું વિસર્જન થયું
રાજકોટ શહેરમાં ગણપતિ ઉત્સવનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. સતત 11 દિવસ સુધી બાપાની સેવા અર્ચના કર્યા બાદ ગઈ કાલે તમામ વિસ્તારોમાંથી બાપાને વિદાય આપવા માટે લોકો ગણપતિ વિસર્જન કાર્યમાં જોડાયા હતાં. મનપાએ નિયત કરેલા 8 સ્થળ ઉપર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા ઉબી કરવામાં આવેલ પરંતુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે વિસર્જનમાં 50%નો ઘટાડો જોવા મળ્યો છે. જેનું જાણવા મળેલ કારણ મુજબ આ વખતે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું ચલણ વધતા અનેક ભક્તોએ મુર્તિનું ઘરે વિસર્જન કરી નાખ્યુ હતું. પરિણામે મોટી મુર્તિઓ તેમજ વ્યવસ્થા ન હોય તેવા લોકો જ ગણપતિ વિસર્જન માટે પોઈન્ટ ઉપર પહોંચતા આ વર્ષે 3476 મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. જેની સામે ગત વર્ષે 6328 ગણપતિ મુર્તિનું વિસર્જન થયું હતું.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ગણપતિ પંડાલોમાંથી મંગલમૂર્તિ દેવને ભાવિકોએ ભાવ ભરી વિદાય આપી હતી. 10 દિવસના પૂજન અર્ચનના કાર્યક્રમો પુરા થતા આજે ભક્તોએ હે દેવ આવતા વર્ષે તમે ફરી ઝડપથી પધારજો એવું વચન લઈ વિસર્જન કર્યું હતું. રાજકોટમાં આઠ સાઈટો ઉપર આજે સવારથી એક પછી એક મંડળો અને સોસાયટીઓ મૂર્તિઓ સાથે નાચતા ગાતા આવી પહોંચતા ફાયર બ્રિગેડની ટીમોએ મૂર્તિઓ તેમની પાસેથી સ્વીકારીને વિસર્જન કરાવ્યું હતું. અને મોડી રાત સુધીમાં 3476 મુર્તિનું વિસર્જન થયું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છ ે. જે ગત વર્ષની તુલનાએ 50 ટકાનો ઘટાડો થયો છે.
ગણેશ ચતુથીથી આરંભાયેલો મહોત્સવ આજે અનંત ચતુર્દશીના દિવસે પૂર્ણ થતા ભક્તોએ શુભ ચોઘડીયે પૂજન અર્ચન કરી નૈવેદ ધરીને વિદાયમાન આપવા સરઘસ કાઢયા હતા. પંડાલ ખાતેથી ખુલ્લા શણગારેલા વાહનોમાં મૂર્તિને પધરાવીને ઢોલ, ત્રાસા, ડી.જે.ના તાલે નાચતા ગાતા અબિલ ગુલાલ અને ફૂલોની પાખડીઓ ઉડાવતા ભાવિકો વિસર્જન સાઈટ સુધી પહોંચ્યા હતા. મોટા પંડાલો તેમજ સોસાયટીઓ ઉપરાંત ઘર ઘરાઉ પણ નાની મૂર્તિ લેનારા પરિવારો પણ માથે મૂર્તિઓ ઉપાડીને વિસર્જન સાઈટ સુધી આવ્યા હતા.
મોટી મૂર્તિઓને ક્રેનની મદદથી જળમાં પધરાવી આસ્થાભેર વિદાય આપવામા આવી હતી. નાની મુર્તિઓને ફાયર જવાનો ભાવિકો પાસેથી લઈને ચેકડેમ સાઈટો ઉપર જળમાં પધરાવતા આવ્યા હતાં. જ્યારે અનેક લોકોએ ઈકો ફ્રેન્ડલી મુર્તિનું સ્થાપન કરેલ હોય તેઓએ પોતાના ઘરે અથવા પોતાના વિસ્તારમાં પાણીની વ્યવસ્થા ઉભી કરી મુર્તિનું વિસર્જન કર્યુ હતું. છતાં મોડી રાત સુધી શહેરના માર્ગો ઉપર ગણપતિના નાદ સાથે ભક્તો મુર્તિ વિસર્જન કરવા માટે વાજતે ગાજતે જતાં જોવા મળ્યા હતાં.
ગુજરાત
અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ડબ્બામાં પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગે આગ કર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અફરાતફરી સર્જાય હતી. અંકલેશ્વરથી ભરુચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ગુજરાત
દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.
કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
ક્રાઇમ
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
- ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –
ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
-
ધાર્મિક20 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત20 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ14 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ગુજરાત14 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ક્રાઇમ14 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત14 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ગુજરાત14 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત14 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી