મોરબી તાલુકા પોલીસે હળવદ હાઇવે પર આવેલા ઉંચી માંડલ ગામની સીમમાં ન્યુ બાબા રામદેવ હોટલ સામેથી વિદેશી દારૂૂની હેરાફેરી કરતી ઇકો ગાડીને ઝડપી પાડી છે. પોલીસે ગાડી નંબર J-13-CA-1852ની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂૂની વિવિધ બ્રાન્ડની 72 બોટલો મળી આવી હતી.
પોલીસે ₹48,794ની કિંમતની દારૂૂની બોટલો અને ₹3 લાખની કિંમતની ઇકો ગાડી મળી કુલ ₹3,48,794નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ધાંગધ્રાના માજી સૈનિક સોસાયટી, કુડા ફાટક પાસે રહેતા 24 વર્ષીય અલ્તાફભાઈ ઉર્ફે લાલો મુબારકભાઈ હિંગોળજાની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન આરોપીની પૂછપરછમાં મોરબીના સોઓરડી વિસ્તારના સંદીપ બેચરભાઈ ચાઉનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂૂ કરી છે. આ સમગ્ર કામગીરી મોરબી તાલુકા પોલીસની ટીમે પાર પાડી હતી.