ડેકીમાં 50 હજાર હતા, ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી હોવાની શંકા
જૂનાગઢમાં ઢાલ રોડ પર આવેલ મસ્જિદની પાછળ રહેતા મટનના વેપારી 40 વર્ષીય મુનવર હુસેન ઈબ્રાહીમભાઈ બેલીમ ગત તા. 23 જાન્યુઆરીના રોજ બપોરના 1:30 વાગ્યે ગાંધી ચોકમાં રહીશ એગઝ નામની દુકાન પાસે રોડ પર જીજે 11 સીપી 1259 નંબરનું બાઈક પાર્ક કર્યું હતું. બાઈકની ડેકીમાં રૂૂપિયા 50 હજારની રોકડ રાખી હતી. વેપારી ચિત્તાશાના ચોકમાં આવેલ મટન માર્કેટમાં ગયા હતા અને ત્યાંથી બપોરે 2 વાગ્યે પરત આવતા બાઇકની ડેકી ખોલી જોતા જેમાં રાખેલ રૂૂપિયા 50 હજારનું બંડલ વેર વિખેર જોવા મળ્યું હતું. આથી બંડલ ગણી જોતા રૂૂપિયા 23,500 જ હતા. જેથી બાઇકની ડેકીનું લોક ડુપ્લીકેટ ચાવી વડે ખોલી ડેકીમાંથી રૂૂપિયા 26,500ની રોકડ ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.
આ મુદ્દે ગાંધી ચોક અને આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શહેરમાં નેત્રમ શાખાના લાગેલ સીસીટીવી કેમેરા જોતા ચાર શખ્સ બે બાઈક પર પીછો કરવાની સાથે રેકી કરી પાછળ પાછળ પહોંચી અને એક શખ્સે ડેકીમાંથી રૂૂપિયા 26,500ની ચોરી કર્યાની અને એક શખ્સે વેપારી પર વોચ રાખી હોવાની ફરિયાદ વેપારીએ ગુરુવારે નોંધાવી હતી. જેના આધારે બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ એસ. કે. મહેતાએ હાથ ધરી હતી.
વેપારીની બાઈકમાં તેના બનેવી રાહુલભાઈ ઇબ્રાહીમભાઇ બેલીમના ઉઘરાણીનાં રૂૂપિયા 50 હજારની રોકડ રકમ હતી. જેમાંથી રૂૂપિયા 26,500ની ચોરી થઈ ગઈ હતી. ડેકીનો લોક તુટેલ ન હોય તેથી ચોરીની વાત બનેવી ના કરવામાં આવે તો શંકા જાય છે એવા કારણોસર ફરિયાદ મોડી નોંધાવી હતી.
