ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત

જાયવા ગામના પાટિયા પાસે રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો…

જાયવા ગામના પાટિયા પાસે રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં કારના ચાલક ધ્રોળ ના વેપારી યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતો અરબાઝ મુસ્તાકભાઈ તાયાણી નામનો 26 વર્ષનો વેપારી યુવાન કે જે ધ્રોળ માં શાકભાજી નો વેપાર કરે છે, અને પોતાના પરિવારના કામ સર પોતાની જી.જે. 10 ડી.ઇ. 4284 નંબરની કાર લઈને રાજકોટ ગયો હતો, અને ત્યાંથી પોતે પરત ફરી રહ્યો હતો.
જે દરમિયાન સાંજે પાંચેક વાગ્યે જાયવા ગામના પાટીયા પાસે આગળ જઈ રહેલા જી.જે. -3 બી.ડબ્લ્યુ. 1516 નંબરના ટેન્કર સાથે ટક્કર થઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટેન્કર કાર સાથે અથડાઈને રોડથી નીચે ઉતરી ગયું હતું, જ્યારે કારનો માર્ગ ઉપરજ બુકડો બોલી ગયો હતો.

જે અકસ્માતમાં કાર ચાલક અરબાઝ તાયાણીનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજયું છે. સૌ પ્રથમ રસ્તા પર એકત્ર થઈ ગયેલા લોકોએ કાર ચાલકને બહાર કાઢીને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા સૌપ્રથમ બનાવના સ્થળે, અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *