માધવપુરમાં કૃષ્ણ-રૂક્મિણીના વિવાહમાં ભાવિકો ઉમટ્યા

માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળીલોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની ક્ધયાદાન કર્યું આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા…

માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળીલોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની ક્ધયાદાન કર્યું

આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા ફરી વિદર્ભની કુંવરી માતા રૂૂક્ષ્મણી સાથે વિવાહ સંપન્ન કર્યા ત્યારે ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. શ્રીકૃષ્ણ યુગમાં ભગવાન જયારે વિદર્ભ પ્રદેશમાંથી માતા રૂૂમણીજીનું હરણ કરી આજના માધવપુર ગામે આવ્યા તે માધવપુર ગામ સહિત સમગ્ર સરઠ પ્રદેશ ત્યારે દ્વારકા રાજયનો જ ભાગ હતો અને તેથી જ ભગવાન માતાજીનું હરણ કરી પોતાના પ્રદેશમાં આવ્યા હતા.

તેની યાદમાં ઉજવાતા આ લગ્ન મેળામાં આ વર્ષે માતાજીનું મામેરૂૂ કડછના કડછાઓએ પુર્યું હતું તેમજ ઘેડના મહાવદીયા કોળી લોકોએ ભાઇ બની જવતલ માવતર બની ક્ધયાદાન કર્યું અને લોએજના બ્રાહ્મણોએ ફુલગોરે વેદમંત્રો વાંચી ગોત્રોચાર કરી ભગવાન શ્રીકૃષ્ણ અને માતાજીના વિવાહ સંપન્ન કરાવ્યા હતા. માધવપુરના માધવર ાયજીના મંદિરેથી ભગવાનની જાન આજે જયારે માતા રૂૂક્ષ્મણીજીના મંદિરે પરણવા નીકળી ત્યારે વાજતે ગાજતે માનવમેદનીની વચ્ચે રથ મંથર ગતિએ મેળાના ગ્રાઉન્ડ સુધી પહોંચ્યો હતો અને અહીંથી પરંપરા મુજબ હરણ કરીને આવ્યા તેવી ઝડપથી રથને રૂૂક્ષ્મણીજીના મંદિરે પહોંચાડવા માટે દોડાવવામાં આવ્યો હતો.

માનવ મહેરામણ રીતસરના 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું અને રથને ભાગવા માટેનો રસ્તો ખાલી કરી દીધો હતો. ભગવાન પરણવા નિકળ્યા ત્યારે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. માધવપુરમાં યોજાતા લગ્નમેળામાં આઝાદી પહેલા થી જ ભગવાન જ્યારે પરણવા નીકળતા ત્યારે રાજ્યના સૈનિકો તેને સલામી આપતા હતા અને પરંપરાના ભાગ સ્વરૂૂપે આજે પણ ભગવાન જ્યારે પરણવા નીકળે ત્યારે પોલીસદળ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *