સાયલામાં બુટલેગરોનો નવો કેમિયો: જમીનમાં ખાડો ખોદી 13,950 જેટલી દારૂની બોટલ સંતાડી હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટા દરોડામાં ₹42 લાખથી વધુની કિંમતનો…

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટા દરોડામાં ₹42 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

આરોપીઓએ પોલીસથી બચવા માટે એક અનોખી તરકીબ અપનાવી હતી. સાંગોઇ ગામની સીમમાં આવેલી વાડીમાં આરોપી રામકુભાઈ ઉર્ફે લાલો શાંતુભાઈ તકમરિયાએ જમીનમાં મોટો ખાડો ખોદી, ભોંયરા જેવું ગુપ્ત સ્થળ બનાવ્યું હતું. આ ભોંયરામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂૂનો મોટો સ્ટોક છુપાવવામાં આવ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. ધજાળા પોલીસ સ્ટેશનના ઙજઈં એસ.પી. ઝાલા અને તેમની ટીમે હાથ ધરેલી આ કાર્યવાહીમાં કુલ 13,950 જેટલી દારૂની બોટલ કિ.42.01 લાખ થાય તે કબજે કરી હતી.

પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે મુખ્ય આરોપી રામકુભાઈ તકમરિયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સચોટ બાતમી અને પોલીસના સતર્ક પેટ્રોલિંગને કારણે લાખોની કિંમતનો નશીલો પદાર્થ બજારમાં પહોંચે તે પહેલાં જ પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *