મોરબીમાં રૂા.25 લાખની ઉઘરાણી કરતા ઉદ્યોગપતિ ઉપર ખૂની હુમલો

મોરબીમાં રૂૂપિયા 25 લાખની ઉઘરાણી બાબતે મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી ધોકા વાળી કરી બે લોકોને ગંભીર ઈજા પહોચાડતા બનાવ અંગે એ ડિવિઝન…

મોરબીમાં રૂૂપિયા 25 લાખની ઉઘરાણી બાબતે મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી ધોકા વાળી કરી બે લોકોને ગંભીર ઈજા પહોચાડતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરમાં ગતરાત્રીના મોડી રાત્રે બનેલી ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ મુજબ મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા મેટ્રો સિરામિક ગ્રુપના ઉદ્યોગપતિ શેખરભાઈ રતીલાલભાઈ આદ્રોજા ઉ.46એ આરોપી અજય મનસુખભાઇ ઉર્ફે પોપટભાઈ લોરીયા રહે.રવાપર ચોકડી પાસે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી શેખરભાઈને આરોપી અજય લોરીયા પાસેથી લાંબા સમયથી રૂૂ.25 લાખ લેવાના નીકળતા હોય આરોપી અજય પૈસા આપવામાં બહાના બતાવતા હતા.જેમાં ગઈકાલે પૈસા પરત આપવા વાયદો કર્યો હતો પરંતુ પૈસા ન આપતા શેખરભાઈએ રાત્રીના ફોન કરતા અજય લોરીયાએ શેખરભાઈને સરદારબાગ પાસે આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ગોડાઉને બોલાવ્યા હતા.

દરમિયાન ફરિયાદી શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઇ ઉર્ફે મુન્નાભાઈ વનજીભાઈ પાડલીયાને લઈ ઈનોવા કારમાં સરદાર બાગ સામે ટ્રાન્સપોર્ટના ગોડાઉનના ડેલામાં જતા અગાઉથી ત્યાં હાજર રહેલા અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા શખ્સે પોતાની મર્સીડિઝ કારમાંથી ધોકો કાઢી ધોકા વડે ફરિયાદી શેખરભાઈ અને સાહેદ જયેશભાઈ પર હુમલો કરી શેખરભાઈના બંને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું.

જ્યારે જયેશભાઈના માથામાં ધોકાના બે ઘા મારી દેતા બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હાલ સીટી એ ડિવિઝન પોલીસે અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *