ગુજરાત
સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ
ખેડૂતો માટે રૂા.10 હજાર કરોડનું પેકેજ જાહેર કરો, કિસાન કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત
ચાલુ વર્ષે ગુજરાતમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ એમ 6 જિલ્લાઓ અને અબડાસા 288% અંજાર 154%, ભુજ 143%, ગાંધીધામ 143%, લખપત 175%, માંડવી(કચ્છ) 310%, મુંદ્રા 242%, નખત્રાણા 234%, જોટાણા 147%, મહેસાણા 152%, વિજાપુર 143%, પ્રાંતિજ 142%, મોડાસા 143, દહેગામ 140, માણસા 155, નડિયાદ 202%, બોરસદ 166%, ખંભાત 169%, તારાપુર 173%, પાદરા 173%, સિનોર 154%, છોટાઉદેપુર 148%, ગોધરા 147%, મોરવા હડફ 153%, શહેરા 150%, ખાનપુર 144%, લુણાવાડા 140%, સંતરામપુર 157%, વીરપુર 152%, ધોરાજી 178%, જામ કંડોરણા 149%, લોધિકા 162%, રાજકોટ 146%, હળવદ 140%, મોરબી 156%, ટંકારા 190%, વાંકાનેર 177%, જામજોધપુર 189%, જામનગર 143%, જોડિયા 165%, કાલાવડ 192%, લાલપુર 156%, ભાણવડ 192%, દ્વારકા 390%, કલ્યાણપુર 219%, ખંભાળીયા 252%, કુતિયાણા 149%, પોરબંદર 211%, રાણાવાવ 183%, જુનાગઢ 152%, જૂનાગઢ સીટી 152%, કેશોદ 173%, માણાવદર 195%, કુંકાવાવ વડીયા 159%, ગારીયાધાર 144%, અંકલેશ્વર 154%, હાંસોટ 140%, નેત્રાંગવ 211%, ઝઘડીયા 140%, વાલિયા 249%, નાંદોદ 157%, સાગબારા 142%, તીલકવાળા 143%, પલસાણા 168%, ઉમરપાડા 166%, ડોલવણ 140%, ખેરગામ 176%, વલસાડ 139% એમ કુલ 68 તાલુકાઓમાં તો 140% થી લઈ 390% વરસાદ થયો છે 37 તાલુકામાં 130 થી 140% વરસાદ નોંધાયો છે.
એ ઉપરાંત મોટા ભાગના તાલુકા જિલ્લામાં 120% કરતા વધારે વરસાદ થયો છે એ સાબિત કરે છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જ જોઈઅ રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષના ગાળામાં જેમ 200 – 500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50 થી 60 લાખ કરોડ જતા કર્યા છે એમ ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે, ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, ઘેડ વિસ્તારનો જે પ્રશ્ન છે.
તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે, નદીકાંઠે આવેલા ખેતરોમાં ખૂબ મોટું નુકશાન થયું છે ત્યારે જમીન ધોવાણનું વળતર આપવામાં આવે આ ઉપરાંત ખેડૂતોને થયેલ પાક નુકશાની સામે જઉછઋ સિવાય ઓછામાં ઓછું રાજ્ય સરકારના ભંડોળમાંથી 10 હજાર કરોડનું આર્થિક પેકેજ આપવામા આવે ઉપરાંત 10 ઓગસ્ટ 2020 ના દિવસે જ્યારે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી હતી ત્યારે ગુજરાતના 10-12 લાખ ખેડૂતોએ વર્ષ 2020-21 ના વર્ષનું અંદાજે 450 કરોડ કરતા વધારે રકમનું પાકવીમાં પ્રીમિયમ ભરી દીધા પછી આ યોજના બંધ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોએ ભરેલ તે પ્રીમિયમ હજુ સુધી પરત કરવામાં આવ્યું નથી તો તે પ્રીમિયમ વ્યાજ સાથે દરેક ખેડૂતોને પરત કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે.
ક્રાઇમ
મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો
3 શખ્સ સામે નોંધાયો ગુનો
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ક્રાઇમ
ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.
ગુજરાત
ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા
ઈજાગ્રસ્તોને જામકંડોરણા, ગોંડલ દવાખાને ખસેડાયા
ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 10 જેટલા લોકોને ઇજા થઇ હતી.અકસ્માતને લઈને ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે જામકંડોરણા સીએચસી સેન્ટર અને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુટીલિટી પલ્ટી મારી જવા પામી હતી. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.40, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.28, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.48 વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. 52, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.22 સહિત 10 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત ની ઘટના ને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય