વ્યવસાયિક સંબંધોને કારણે ધંધાના વિકાસ અર્થે લીધેલા રૂૂ.2.50 લાખનો ચેક રિટર્ન થવાના આઠ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે ક્ધસ્ટ્રક્શન ધંધાર્થીને એક વર્ષની કેદ અને રૂૂ.2.75 લાખ દંડનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ મુકામે નોકરી કરતા પ્રતાપસિંહ પાસેથી રિયા ક્ધસ્ટ્રક્શન નામે ધંધો કરતા પ્રવીણભાઇ પરસોત્તમભાઈ નેના અને પરસોત્તમભાઈ વાલજીભાઈ નેનાએ ધંધાના સંબંધોને કારણે ધંધાના વિકાસ માટે નાણાની જરૂૂરિયાત ઉભી થતા રૂૂપિયા 2.50 લાખ હાથ ઉછીના વગેરે વ્યાજે લીધા હતા. જે અંગે પ્રોમિસરી નોટ લખી આપેલ તથા મેં. રિયા ક્ધસ્ટ્રકશનના ભાગીદાર દરજ્જે પરશોતમભાઈ નેના અને પ્રવીણભાઈ નેનાએ બધા ભાગીદારો વતી અંગત જવાબદારી સ્વીકારી તેઓની સહીવાળો ચેક આપેલ અને છ માસમાં નાણા પરત ચૂકવી આપશે તેવી બાહેધરી આપેલ.
જેથી બંનેની સૂચના મુજબ તે ચેક પ્રતાપસિંહે તા.06/ 01/ 2017ના રોજ પોતાની બેંકમાં રજૂ કરતા લખનારના ખાતામાં અપૂરતી રકમને નોંધ સાથે પરત આવેલ. જેથી પ્રતાપભાઇએ તેમના એડવોકેટ મારફતે તા.18/ 02/ 2017ના રોજ કાનૂની નોટીસ મોકલેલ જે નોટીસ આરોપીઓ વતી આરોપીએ સ્વીકારેલ પંરતુ દિન-15માં જવાબ આપેલ નહિ, આરોપીઓ સામે ફરિયાદી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ તા.22/03/ 2017ના રોજ દાખલ કરેલ, જે ચાલુ કેસ દરમિયાન આરોપી પરશોતમભાઈ વાલજીભાઈ નેનાનું અવસાન થયેલ હતું અને બાકીના બે આરોપી સામે આખી ફરિયાદ ચાલી જતા બંને પક્ષના સાક્ષીઓ લેવાઇ જતા અને ત્યારબાદ બંને પક્ષની દલીલો થઇ જતા રાજકોટના સેક્ધડ એડિશનલ ચીફ.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીઓને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને આરોપીઓ રિયા ક્ધસ્ટ્રક્શન અને પ્રવીણભાઈ પરશોતમભાઈ નેનાને સયુંકત અને વિભક્ત રીતે રૂૂપિયા 2.75 લાખ દંડ તરીકે રકમ જમા કરવા અને દંડની રકમ ફરિયાદીને વળતર રૂૂપે આપવાના અને રૂૂ.25 સજાર સરકારમાં જમા કરવાનો હુકમ અને જો હુકમનું પાલન ન કરે તો વધુ 3 માસની સજા ભોગવવાનો આખરી હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી શેઠ એસોસિએટસના એડવોકેટ ધર્મેશભાઈ એન.શેઠ, હિત ડી. શેઠ, અંકુર ડી.શેઠ અને સહયોગી સમીર મન્સૂરી રોકાયા હતા.
