વાંકાનેર પંથકમાં 7 વર્ષની બાળકીનો દેહ પીંખનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

વાંકાનેર પંથકમાં વર્ષ 2016માં 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે…

વાંકાનેર પંથકમાં વર્ષ 2016માં 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ભોગ બનનાર બાળકીને કુલ રૂપિયા 4,16,000 નું વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.

વર્ષ 2016 માં તા. 27-11 ના રોજ સાંજના 4 થી 6 વાગ્યા દરમિયાન વાંકાનેર પંથકમાં આવેલી એક સિરામિક ફેક્ટરી નજીક આરોપીએ 7 વર્ષની સગીર બાળકીને ફોસલાવીને બાવળની ઝાડીમાં અપહરણ કરી ગયો હતો. ત્યાં નરાધમે બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી, જાતીય હુમલો કરી તેને ગંભીર શારીરિક ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે ભોગ બનનારના પરિવારે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સોમાં ચાલી હતા મદદનીશ સરકારી વકીલ નિરજ ડી. કારીઆની ધારદાર દલીલો, 14 મૌખિક સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી શેરસીંગ ભોપાસિંહ સીસોદીયા ને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે રૂ.16 હજારનો દંડ પણ ફટકાર્યો છે. તો કોર્ટે ‘ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના 2019 ‘ ના નિયમો અનુસાર ભોગ બનનાર માસૂમ બાળકીને આર્થિક અને સામાજિક ન્યાય આપતા રૂ.4,00,000 વળતર અને આરોપી જે રૂ. 16 000 દંડની રકમ ભરે તે મળીને કુલ રૂ. 4,16,000 વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો પણ ભોગ બનનાર બાળકી રૂ. 4,00,000 નું વળતર મેળવવા હકદાર રહેશે જે રકમ એકાઉન્ટ પેઇ ચેકથી ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *