રાજકોટમાં 12.751 કિલોગ્રામ ગાંજાના જંગી જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટે જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે. આ કેસની હકિકત મુજબ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે મધુરમ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી અભીજીતકુમાર ઉર્ફે રામબાબુ નિઠાલી પાસવાન (રહે. શાપર વેરાવળ કારખાનામાં, ગોંડલ રોડ, રાજકોટ મુળ રહે. કુઢવા ટોલા નવાદા ભોજપુર, બિહાર)ને 12.751 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ જામીન મુક્ત થવા સેસન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી.
જે જામીન અરજી સુનવણી ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષે રકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે.આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહીતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયા હતા.
