રાજકોટ રેલવે સ્ટેશન પર અમદાવાદ રેલવે પોલીસની એસઓજીની ટીમે રૂૂ.18.89 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે જામનગરની મહિલા અને સગીરને ઝડપી લીધા હતાં. આ ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અજુરુદીનેની રેગ્યુલર જામીન અરજી કોર્ટે મંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ અમદાવાદ રેલવે પોલીસ એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે તા.20/3/25ના રોજ રાજકોટ રેલવે સ્ટેશન પર મુંબઇથી આવેલી દુંરતો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી જામનગરના આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી યાસ્મીન અનવરભાઈ સેતા (ઉ.વ. 40) અટકાવી તલાસી લેતા 198.9 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી યાસ્મીન અને સગીરની અટકાયત કરી હતી. બંને સામે રેલવે પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો.
જામનગરમાં રહેતા અઝરૂૂએ તેને મુંબઇથી ડ્રગ્સનું પાર્સલ લઇ આવવાનું કહ્યું હતું. બદલામાં રૂૂ.10,000 આપવાનું નક્કી કર્યું હતું. પોલીસને શંકા ન જાય તે માટે સગીરને સાથે લઇ મુંબઇ પહોંચી હતી. મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે અઝરૂૂના કહેવા મુજબ કોલ કરતાં નિઝામ નામનો શખ્સ ડ્રગ્સનું પાર્સલ આપી ગયો હતો. જે લઇ દુંરતો એક્સપ્રેસ રાજકોટ આવી હતી. બાદ ડ્રગ્સ મંગાવનાર અજરૂૂદિન ઉર્ફે અજરુંની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો.
આરોપી અજરૂૂદીન ઉર્ફે અજરૂૂ દરજાદાએ જામીન અરજી કરી હતી જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સ્પેશ્યલ કોર્ટે અજરૂૂને શરતોને આધિન જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવ પક્ષે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના એડવીકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ અને મિહિર શુકલ રોકાયા હતા.
