રાજકોટ નજીકના સર ગામે રહેતી નિરાલી નામની 25 વર્ષની પરિણીતાએ પતિ ધવલ, સસરા કૌશિકભાઈ ભટ્ટ અને સાસુ પ્રજ્ઞાબેન વિરૂૂધ્ધ છેલ્લા ત્રણેક વર્ષથી ખોટી શંકા કરી, ત્રાસ આપી, ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવી છે.
જેમાં નિરાલીબને જણાવ્યું છે કે તેને સંતાનમાં પુત્ર અને પુત્રી છે. આજે સવારે તેના પિતા સંજયભાઈ તેડવા આવતાં સસરાએ બેફામ ગાળો ભાંગવાનું શરૂૂ કર્યું હતું. સાથોસાથ તેને પિયર જવાની ના પાડી ટાંટિયા તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેના પિતા ડરી જતાં પોલીસને કોલ કર્યો હતો. ત્રણેક વર્ષ પહેલા તેના પતિને બીજા લગ્ન કરવા હોવાથી છૂટાછેડા આપ્યા હતાં. ત્યાર પછી સાસરિયાઓ સમાધાન કરીને તેડી ગયા હતા. થોડો સમય વ્યવસ્થિત રાખ્યા બાદ પતિ અવારનવાર નાની-નાની બાબતમાં ઝઘડા કરી હેરાન કરતો હતો. છએક મહિનાથી પતિ અલગ રહેવા જતો રહ્યો છે. જેથી તે સાસુ-સસરા સાથે રહેતી હતી. આ બંને પણ અવારનવાર ઝઘડા કરી ત્રાસ આપતા હતા.
એટલું જ નહીં સસરા તેના પિયર જઈ તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ત્રણ મહિના પહેલા પતિ પરત આવી તું બીજા સાથે વાત કરે છે તેમ કહી શંકા કરતો હતો. તે વખતે દિયરે વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું.પતિ શંકા કરી સતત ત્રાસ આપતો હતો જેથી આજીડેમમાં ફરિયાદ નોંધાવી હતી.
