હુડકો પોલીસ ચોકી પાસે નાડોદાનગરમાં રહેતા ગોપાલભાઈ અરવિંદભાઈ વડેરા(ઉ.વ.30)એ હાર્દિક અને તેમના ભાઈ ધવલ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગોપાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હેર સ્ટ્રાર નામની દુકાન આવેલ છે જે દુકાનવાળા ઘવલભાઇ તથા હાર્દીક ભાઇ બંને બંસી પાનની દુકાને આવતા હોય જેથી અમો તેના પરીચયમાં આવેલ અને એક બીજાને સારી રીતે ઓળખતા આજથી આશરે દસ મહીના પહેલા મારે પૈસાની જરૂૂરીયાત હોય જેથી મે હાર્દિક પાસેથી રૂૂ. પંચાવન હજાર હાથ ઉછીના લીધેલ હતા અને જેમાંથી મે તેઓને રૂૂ.15(પંદર હજાર) કટકે કટકે આપી દિધેલ હતા અને ચાલીસ હજાર મારે તેના આપવાના બાકી હતા જેથી હું સાડા છએક વાગ્યે માનવધર્મ આશ્રમ બાજુ હતો ત્યારે હાર્દિકના મોબાઈલ ઉપરથી ફોન આવેલ અને મને બંસી પાને બોલાવતા હું મારૂૂ બાઈક લઇને આશરે પોણા સાતેક વાગ્યે બંસી પાન નામની દુકાને પહોચેલ ત્યારે આ હાર્દિક મને જોય જતા બંસી પાનની દુકાને આવેલ અને મને કહેલ કે તુ મને પૈસા આપી દે જેથી મે કહેલ કે હાલ મારી પાસે પૈસા નથી. તેમ કહેતા બન્ને ભાઈઓએ આડેધડ કાતરના ઘા ઝીંસકી હુમલો કર્યો હતો.
40 હજારની ઉઘરાણીમાં યુવાન પર કાતરથી હુમલો
હુડકો પોલીસ ચોકી પાસે નાડોદાનગરમાં રહેતા ગોપાલભાઈ અરવિંદભાઈ વડેરા(ઉ.વ.30)એ હાર્દિક અને તેમના ભાઈ ધવલ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગોપાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હેર…
