માળિયા મિયાણા નજીક બોલેરો પલટી ખાઈ જતાં દંપતીનું મોત

  ગુજરાત મિરર, મોરબી તા. 17- મોરબીના માળિયામાં બોલેરો પલટી જતા દંપતિનું મોત થયું છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી…

 

ગુજરાત મિરર, મોરબી તા. 17- મોરબીના માળિયામાં બોલેરો પલટી જતા દંપતિનું મોત થયું છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,જેમાં આ ઘટના અણિયાળી ટોલનાકા નજીક બની હતી.અચાનક બોલોરેઓ પલટી મારતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,તો આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી. બોલેરોમાં 15 કરતા વધુ માણસો બેઠા હતા અને તે દરમિયાન ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે રોડની વચ્ચે બોલેરોએ પલટી મારી દેતા 12 કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા દંપતિને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હોવાની વાત સામે આવી છે,તો પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *