ધંધુકામાં હત્યાના આરોપીઓના બાંધકામ તોડી પાડ્યા

પોલીસ કાફલા, નગરપાલીકા અને પીજીવીસીએલની ટીમે સાથે રહી 14 જેટલા ગેરકાયદેસર શેડ દૂર કર્યા ધર્મેશ ગમારા હત્યા કેસમાં આજે ગેરકાયદેસરના બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી…

પોલીસ કાફલા, નગરપાલીકા અને પીજીવીસીએલની ટીમે સાથે રહી 14 જેટલા ગેરકાયદેસર શેડ દૂર કર્યા

ધર્મેશ ગમારા હત્યા કેસમાં આજે ગેરકાયદેસરના બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યુ છે. ધંધુકાથી રાણપુર ચાર રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે. રસ્તા પરના 14 જેટલા ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવશે. ખાટકીવાડમાં પાંચ જેટલા ગેરકાયદેસર મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવશે.

ધંધુકામાં વાહનના ઓવરટેકના મુદ્દે શરૂૂ થયેલો વિવાદ હિંસક બન્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આજે આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આજના ધંધુકા ડિમોલિશનમાં આર એન્ડ બી, રેવન્યુ વિભાગ, પોલીસનો કાફલો, નગરપાલિકા, સિટી સર્વે વિભાગ, યુજીવીસીએલ, મેડિકલ, ફાયર વિભાગની વિવિધ ટીમો ખડેપગે છે.ધંધુકાથી રાણપુર ચાર રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે. રસ્તા પરના 14 જેટલા ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવશે.

ખાટકીવાડમાં પાંચ જેટલા ગેરકાયદેસર મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવશે. કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબ્બીર ચોપડાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું છે. ઇમ્તિયાઝ પઠાણના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ વિભાગ હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂૂ કરવામાં આવી છે. બુલડોઝર ફેરવવામાં ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ આપવામાં આવી છે. ડિમોલિશન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

એસપી સહિતના અધિકારીઓ ધંધુકામાં હાજર છે. ઘટના સમયે મુસ્લિમ સમાજના યુવક સમીર અને ભરવાડ સમાજના યુવક ધર્મેશ ગમારા વચ્ચે બાઇક ઓવરટેક બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ભરવાડ સમાજના કેટલાક લોકોનું ટોળું નસીબ સોસાયટી પહોંચ્યું હતું. આ દરમિયાન સમીરના પરિચિત આરોપી રિઝવાને ધર્મેશ ગમારાને છરી મારી હોવાનો આરોપ છે. જેના કારણે ધર્મેશ ગમારાનું મોત થયું હતું. આ ઘટનાએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતાં કેટલાક અસામાજિક તત્વોએ ટોળાં એકત્ર કરી તોડફોડ અને આગજની જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને હાલ સુધીમાં હિંસા ફેલાવનાર 20 લોકોની અટકાયત સાથે હત્યાકાંડને અંજામ આપનાર બે લોકોની ધરપકડ કરાઈ છે.

22મી સુધી આરોપીઓ રિમાન્ડ પર છે. આરોપીઓનું ધંધુકામાં રિક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ તરફ મૃતકના ભાઈ ગોવિંદ ગમારાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના ભાઈને અગાઉથી જ ટાર્ગેટ કરવામાં આવતો હતો અને આ ઘટનામાં નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટના જણાવ્યા મુજબ, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જઈંઝ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં એક ઉુજઙ, બે ઙઈં અને ઙજઈં કક્ષાના અધિકારીઓ સામેલ છે, જે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે. એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ખોટા મેસેજ ફેલાવનારાઓ સામે મોનિટરિંગ ટીમ પણ સક્રિય કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *