અમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકો

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો…

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો પર નવા પ્રમુખોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. સાવરકુંડલા શહેરમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા નિમાયેલા પ્રમુખોનું ફૂલહારથી સ્વાગત કરી સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારંભ દરમિયાન કોંગ્રેસ સંગઠનની એકતા અને મજબૂતીનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં કોઈ જૂથવાદ કે નારાજગી ન હોવાનો સંકેત અપાયો હતો. આગેવાનોએ આશા વ્યક્ત કરી કે આ નિમણૂકોથી કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફાયદો થશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ સાવલિયા, બગસરા તાલુકા પ્રમુખ અશોકભાઈ ગોંડલીયા, ખાંભા તાલુકા પ્રમુખ રમેશકુમાર કળસરિયા, અમરેલી તાલુકા પ્રમુખ વિપુલભાઈ પોંકીયા, કુંકાવાવ તાલુકા પ્રમુખ સત્યમભાઈ મકાણી, બાબરા તાલુકા પ્રમુખ ધીરુભાઈ વહાણી, લાઠી તાલુકા પ્રમુખ કાળુભાઇ શેખડા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ નરેશભાઈ દેવાણી, લીલીયા તાલુકા પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદી, રાજુલા તાલુકા પ્રમુખ ગાંગાભાઈ હડીયા, જાફરાબાદ તાલુકા પ્રમુખ અનકભાઈ સાંખટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ધારી શહેર કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણી, બગસરા શહેર પ્રમુખ અનિલભાઈ શેખ, અમરેલી શહેર પ્રમુખ સંદીપભાઈ ધાનાણી, બાબરા શહેર પ્રમુખ ચિતરંજનભાઈ છાંટબાર, લાઠી શહેર પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ સૂચક, રાજુલા શહેર પ્રમુખ રવિભાઈ ધાખડા અને જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ બાંભણીયા સહિતનાઓની નિમણૂક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *