મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડ

આરોપી વિરૂધ્ધ હાસ્ય કલાકારે રાજકોટ જિલ્લામાં ફરિયાદ કરી હોય, ગોંડલ પોલીસે આરોપીની કબજો લીધો મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ખોટી એટ્રોસિટીની ફરિયાદની ધમકી…

આરોપી વિરૂધ્ધ હાસ્ય કલાકારે રાજકોટ જિલ્લામાં ફરિયાદ કરી હોય, ગોંડલ પોલીસે આરોપીની કબજો લીધો

મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ખોટી એટ્રોસિટીની ફરિયાદની ધમકી આપનારની જૂનાગઢ પોલીસે સુરત ખાતેથી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તા. 16 જાન્યુઆરીના રોજ એક શખ્સે સુખરામદાસબાપુને ફોન કરી ’હું જૂનાગઢથી રાજુભાઈ વાલ્મિકી સમાજના પ્રમુખ બોલું છું તેમ કહી તમારી યુટ્યુબ ચેનલમાં તમે અમારી જ્ઞાતિ વિશે અપમાનજનક બોલ્યા છો માટે તમારી સામે મારે એટ્રોસિટીની ફરિયાદ કરવી છે અને જો તમારે બચવું હોય તો તમે રૂૂબરૂૂ સુરત આવી પૈસાનો વહીવટ કરી જાવ’ તેમ કહી ધમકી આપી હતી.

આ મામલે મહામંડલેશ્વર સુખરામદાસબાપુએ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાને જાણ કરી હતી. જેના પગલે એ ડિવિઝનના પીઆઇ વી. જે. સાવજે એક ટીમને સુરત રવાના કરી મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાંડેરીયા ગામના 33 વર્ષીય નરેશ સવજીભાઈ વાઘેલાને સુરત ખાતેથી ઝડપી લઇ જૂનાગઢ લાવી તેની અટક કરી હતી. પૂછપરછમાં સુરતમાં સફાઈ કામ કરતા શખ્સે સાધુ-સંતો, કથાકારો, કલાકારોને ખોટી એટ્રોસિટીના કેસમાં ફસાવવાની ધમકી આપી મોબાઈલ ફોન દ્વારા નાણાની માગણી કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખ્સ સામે અટકાયતી પગલા લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

શખ્સનું લોકેશન સુરતમાં હોવાનું મળતા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જીગ્નેશ શુક્લ, નરેન્દ્ર બાલસ, નીતિન હિરાણીની ટીમ દોડી ગઈ હતી. પરંતુ શખ્સ સુરતથી નીકળી ભાવનગર જતો રહ્યો હતો અને ફરી સુરતના કાપોદ્રામાં તેના ઘરે આવતા 5 દિવસની વોચના અંતે નરેશ વાઘેલાને દબોચી લઈ જૂનાગઢ લાવ્યા હતા. આરોપી નરેશ સવજીભાઈ વાઘેલા વિરુધ્ધ હાસ્ય કલાકારે ફરિયાદ નોંધાવતા ગોંડલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ માટે રાજકોટ રૂૂરલ પોલીસે જૂનાગઢ પોલીસ પાસેથી શખ્સનો કબજો મેળવી પૂછપરછ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *