અમરેલી ભાજપના નેતા સામે રૂપિયા 10 કરોડની ઠગાઇની ફરિયાદ

વડોદરાની જાણીતી એસ.પી. ઇન્ફ્રા એન્ડ કંપનીના પાંચ ભાગીદારો સામે કરોડો રૂૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમરેલી જિ.ભાજપના પૂર્વઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા અને તેના 3 ભાઈ…

વડોદરાની જાણીતી એસ.પી. ઇન્ફ્રા એન્ડ કંપનીના પાંચ ભાગીદારો સામે કરોડો રૂૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમરેલી જિ.ભાજપના પૂર્વઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા અને તેના 3 ભાઈ અને પુત્રનો સમાવેશ થાય છે. ગોધરા નજીક પરવડી ગામે જય જલારામ સ્કૂલ ચલાવતા દંપતીને કંપનીની વિવિધ ક્ધસ્ટ્રક્શન સાઇટમાં રોકાણ કરવાના બદલામાં મિલકતોના બાનાખત કરી આપવાની અને બાનાખત રદ થાય ત્યારે પ્રવર્તમાન બજારભાવ પ્રમાણે વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. વર્ષ 2021થી 2023 દરમિયાન દંપતીએ આઠ મિલકતોના બાનાખત પેટે કુલ રૂૂ.6.83 કરોડ ચૂકવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

આ ઉપરાંત લુણાવાડાના શિક્ષક પાસેથી 8 દુકાન માટે 3.32 કરોડ પડાવ્યા છે.હરણી લિંક રોડ પર આવેલી સિદ્ધેશ્વર પેરેડાઇઝ, સિદ્ધેશ્વર પેસિફિક અને સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં દંપતીએ રોકાણ કર્યું હતું. જોકે, સિદ્ધેશ્વર પેરેડાઇઝના બે મલ્ટિપ્લેક્સ સ્ક્રીન અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વેચાણના નાણાંમાંથી રૂૂ.2.19 કરોડથી વધુની રકમ બાકી હોવાનો પણ આક્ષેપ છે. બાકી રકમના બદલામાં સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના છ ફ્લેટના બાનાખત કરી આપવામાં આવ્યા હતા. તમામ હિસાબ બાદ ફરિયાદી પક્ષના રૂૂ.6.66 કરોડથી વધુ લેવાના નીકળતા હોવાનો દાવો કરાયો છે.

વધુમાં, ફ્લેટ નં.301નું બાનાખત ફરિયાદીના નામે હોવા છતાં તેમની જાણ બહાર રણજીત વક્ષરસિંગ જાડેજરને વેચાણ દસ્તાવેજ કરી આપ્યાનો આક્ષેપ છે. બીજી તરફ સિદ્ધેશ્વર પેરેડાઇઝના ફ્લેટ ડી-704, શોપ નં.1 અને સિદ્ધેશ્વર પેસિફિકના ફ્લેટ એ-1/304ના બાનાખત પણ ફરિયાદીની જાણ બહાર એકતરફી રદ કરાયા હતા. આ માટે ફરિયાદીની ખોટી સહીઓ કરી બાનાખત રદ કરવાના લેખો સબ રજિસ્ટ્રાર કચેરી, વડોદરા-5 (બાપોદ) ખાતે રજૂ કરાયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે જ્યોતિકાબેન પટેલે એસ.પી. ઇન્ફ્રા એન્ડ કંપનીના ભાગીદારો સુરેશભાઈ, મનીષભાઈ, પ્રવિણભાઈ, કિશોરભાઈ અને રવિભાઈ પાનસુરિયા સામે ફરિયાદ નોંધાવી છે.હરણી-સમા લિંક રોડ પર આવેલી શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ અને શ્રી સિદ્ધેશ્વર પેસિફિક ક્ધસ્ટ્રક્શન સાઇટમાં 8 મિલકતો ખરીદવા પેટે રૂૂ.3.32 કરોડ ચૂકવવા છતાં વેચાણ દસ્તાવેજો નહીં કરી આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકે નોંધાઈ છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા 50 વર્ષીય ચંદ્રકાંતભાઈ ભુલાભાઈ પટેલ ગોધરા તાલુકાના ગોઠડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ ચંદ્રપુર ગામે વડીલોપાર્જિત ખેતીની જમીનમાં ખેતી પણ કરે છે.

ચંદ્રકાંતભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, એસ.પી. ઇન્ફ્રા કંપનીના ભાગીદારો સુરેશભાઈ, મનીષભાઈ, પ્રવીણભાઈ, કિશોરભાઈ પાનસુરિયા અને રવિભાઈ પાનસુરિયાને વર્ષ 2021થી 2025 દરમિયાન આઠ મિલકતો માટે ચેક, છઝૠજ અને રોકડથી રૂૂ.3.32 કરોડ ચૂકવ્યા હતા. તેમ છતાં દુકાનોના વેચાણ દસ્તાવેજો કરી આપ્યા નહોતા કે નાણાં પરત કર્યા નહોતા. વધુમાં સિદ્ધેશ્વર પેરેડાઇઝના પાંચમા માળે આવેલી દુકાન નં.1ના બાનાખતમાં ફરિયાદીની ખોટી સહી કરી બાનાખત રદ કરાવી અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે હરણી પોલીસે પાંચેય ભાગીદારો સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને દસ્તાવેજી કૌભાંડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *