11 શખ્સો સામે ગુનો નોંધાયો, ખાતા ભાડે આપનારને 1 ટકા કમિશનની લાલચ અપાઇ હતી
મોરબીમાં એક બાદ એક સાયબર ફ્રોડના કિસ્સા ખુલી રહ્યા છે જેમાં 7.26 કરોડની માતબર રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે 11 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી એકાઉન્ટ ભાડે આપનાર પાંચ ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ યગ્નેશકુમાર વ્યાસે આરોપીઓ ચેતન કિશોર પલાણ, રાજુ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી, ભરત બારડ ઉર્ફે ભરત રાવળ, હિતેશ મોહન પેજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશી વામજા, પ્રકાશ નર્મદાશંકર જોષી, કિરણ કાન્તિ પરમાર, કાન્તિ તરસી પરમાર, સુરેશ કાન્તિ પરમાર અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચેતન, રાજુ અને ભરતે ગુનાહિત કાવત્રુ રચી સાયબર ફ્રોડ આચરી અન્ય આઠ ઇસમોને એજન્ટ બનાવી તેના બેંક ખાતામાં તા. 01-01-2023 થી તા. 27-12-2025 દરમિયાન કુલ રૂૂ 7,26,20,266 ના શંકાસ્પદ વ્યવહાર કર્યા હતા.
જે રકમ અલગ અલગ બેંક ખાતામાં જમા કરી બાદમાં upi id, IMPS, RTGS દ્વારા અલગ અલગ ખાતામાં વિડ્રો કરી હતી જે બાબતે સમન્વય તથા NCCRP પોર્ટલમાં અલગ અલગ રાજ્યની 41 ફરિયાદો થઈ હતી જેમાં રૂૂ 1,34,53,796 ની રકમના ટ્રાન્ઝેકશન કરી આર્થિક લાભ મેળવ્યાની ફરિયાદ નોંધાઈ છે મજૂરી કરનાર સામાન્ય પરિવારના યુવાનોને કમિશનની લાલચ આપી હતી એક લાખના ટ્રાન્ઝેક્શન પર 1% કમિશન ની લાલચ આપી હતી મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે આરોપીઓ હિતેશ મોહન પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશીભાઈ વામજા, પ્રકાશ નર્મદાશંકર જોશી, અશ્વિનસિંહ દોલુભા ઝાલા એમ પાંચને ઝડપી લીધા છે.
