અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સહિત 3 ભાઈઓ સામે 3 કરોડની ઠગાઈની ફરિયાદ

ટોળકીએ પ્રોજેકટમાં રોકાણ કરાવડાવી પૈસા ચાંઉ કરી ગયા, અગાઉ ઉપપ્રમુખનો દીકરો સ્યુસાઈડનોટ લખી ગુમ થયો હતો અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ…

ટોળકીએ પ્રોજેકટમાં રોકાણ કરાવડાવી પૈસા ચાંઉ કરી ગયા, અગાઉ ઉપપ્રમુખનો દીકરો સ્યુસાઈડનોટ લખી ગુમ થયો હતો

અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ સગા ભાઈઓ તથા પુત્ર સામે વડોદરા શહેરના દર્શિતભાઈએ 3 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેને પગલે ભાજપ વર્તુળમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હરણી પોલીસે પાંચ આરોપીની શોધખોળ શરૂૂ કરી છે.
શહેરના અમિત નગર સર્કલ પાસે આવેલ મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા દર્શિતભાઈ કમલેશભાઈ શાહ (ઉંમર 42 વર્ષ)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર 2023માં સુરેશભાઈએ હરણી સમા લિંક રોડ પર આવેલા ’શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ’ અને ’શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ’ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેમણે 1.5 ટકા માસિક વળતરની શરૂૂઆતમાં અને પછી 2 ટકા વળતરની ખાતરી આપી હતી તેમજ પ્રોપર્ટીની સિક્યોરિટી આપવાનું કહ્યું હતું. આ વિશ્વાસ પર દર્શિતભાઈ અને તેમના પિતા કમલેશભાઈ શાહે કુલ 3 કરોડ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ રકમના બદલામાં દર્શિતભાઈ અને તેમના પિતાના નામે કુલ 6 મિલ્કતો (ફ્લેટ અને દુકાનો)ના રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યા હતા. શરૂૂઆતમાં ફેબ્રુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધી માસિક 1.5%થી 2% વળતર રોકડ/બેન્ક દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2025થી વળતર બંધ થઈ ગયું. દર્શિતભાઈએ વારંવાર પૂછપરછ કરતાં રિયલ એસ્ટેટમાં તકલીફનું બહાનું કાઢ્યું હતું અને રૂૂપિયા પરત ચૂકવણીનો ભરોસો આપ્યો હતો પરંતુ, કોઈ રકમ મળી નહીં. દર્શિતભાઈના પિતાને લીવર કેન્સરની બીમારી થતાં સારવાર માટે રકમની જરૂૂર પડી હતી તો પણ રૂૂપિયા પરત કર્યા ન હતા.

આ દરમિયાન આરોપીઓએ આપેલા ચેકો બેન્કમાં બાઉન્સ થયા હતા. સપ્ટેમ્બર, 2025માં ઓફિસમાં મળવા બોલાવી અસભ્ય વર્તન કરીને ધમકીઓ આપવામાં આવી કે, તમને અને તમારા પરિવારને જોઈ લઈશું, તમે પોલીસ ફરિયાદ કરી છે, હવે રૂૂપિયા મળવાના નથી. થાય એ કરી લો આ દરમિયાન પ્રોજેક્ટમાં બાંધકામ અધૂરું છે અને બાનાખતવાળી મિલ્કતો પર બેંક લોન લેવાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આરોપીઓમાં સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા, મનિષભાઈ ભાદાભાઈ પાનસુરીયા, પ્રવીણભાઈ ભાદાભાઈ પાનસુરીયા, કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા અને રવિભાઈ સુરેશભાઈ પાનસુરીયા (પુત્ર)નો સમાવેશ થાય છે. હરણી પોલીસે આ ફરિયાદની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો હતો. સુરેશ પાનસુરિયાનો પુત્ર 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયો હતો. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂૂ કરી દીધી હતી. આ દરમિયાન આ કેસમાં જેની સામે આક્ષેપ થયા હતા, એ દિક્ષિત પટેલ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને રવિ અને તેના પિતા સુરેશ પાનસુરીયા સામે આક્ષેપો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિક્ષિત પટેલ ગોધરાના બહુચર્ચિત ગઊઊઝ કાંડમાં પણ આરોપી છે અને હાલ જામીન પર મુક્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *