Connect with us

ગુજરાત

જસદણમાં નાફેડના એજન્ટને વ્યાજના ચુંગાલમાં ફસાવનાર પાંચ સામે ફરિયાદ

Published

on

પઠાણી વ્યાજે રૂા. 8 લાખ આપી ત્રણ કાર અને બુલેટ પડાવી લઈ લખાણ કરાવી લીધું

જસદણમાં રહેતા અને નાફેડમાં એજન્ટ તરીકે કામ કરતા એક યુવાનને તેના જ કૌટુંબીક ભાઈ સહિતના પાંચ શખ્સોએ વ્યાજખોરીની ચુંગાલમાં ફસાવીને ત્રણ કાર અને બુલેટ તેમજ મોબાઈલ પડાવી લઈ બળજબરીથી લખાણ કરાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વ્યાજે લીધેલ 8 લાખનું મુદલ સહિતનું વ્યાજ ચુકવી દીધા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી દીધાનુંપોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.


જસદણના શાંતિનિકેતન સ્કૂલ પાસે ગંગાભૂવનમાં રહેતા મુળ બાબરાના ઉંટવડ ગામના વતની નાફેડમાં એજન્ટ તરીકે કામ કરતા મિલનભાઈ રાજુભાઈ મોખાએ નોંધાવેલી ફરિયાદમાં કનેસરાના કિશોર વાઘેલા તેના કૌટુંબીકભાઈ અક્ષય ભરત મોખા, ઉંટવડના નરેશ ઉર્ફે નાગરાજ ધાંધલ, કણુકીના રઘાભાઈ શિવરાજભાઈ દરબાર અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નાફેડનું કામ કરતા મિલને કંપનીમાં ત્રણ કાર ભાડે મુકી હોય જેના માટે રૂપિયાની જરૂર પડતા કિશોર પાસેથી માસિક 33 હજાર રૂપિયાના વ્યાજે પ્રથમ એકલાખ વ્યાજે લીધા હતાં.


જેનું ટુકડે ટુકડે નવ લાખ ચુકવી દીધા છતાં વધુ રૂપિયાની માંગણી કરતા અક્ષય મારફતે તેની ઈકો કાર નં. જીજે14 એએ 6723, જીજે 1 આરએન 6147 અને ફોર્ડ ગાડી નં. જીજે 11 એબી 3197 અને બુલેટ મોટરસાયકલ નં. જીજે 11 બીડી 7292 ઉપર નરેશ અને રઘા પાસેથી વ્યાજે રૂપિયા દેવડાવ્યા હતાં. મિલને આ ટોળકી પાસેથી લીધેલ 8 લાખની સામે વ્યાજ સહિત મુદલ ચુકવી દીધા છતાં આ ટોળકીએ અવાર નવાર ધમકી આપી ત્રણેય વાહનો અને બુલેટ પડાવી લીધું હતું તેમજ મોબાઈલફોન બળજબરીથી કઢાવી લખાણ કરાવી લીધું હતું.


આ મામલે મિલનને અવાર નવાર ધમકી આપીને ખોટી રીતે લખાણ કરી સહિઓ કરાવી લઈ ચેક લખાવી લેનાર કિશોર તથા નરેશ અને રઘો તેમજ મોટા બાપુના પુત્ર અક્ષય અને એક અજાણ્યા શખ્સે ધમકી આપતા આ મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ગુજરાત

રામેશ્વરનગરમાં પાણી ઢોળવાના પ્રશ્ને બે મહિલાઓ વચ્ચે બબાલ

Published

on

By

એક મહિલાએ બીજી મહિલાનું માથું ફોડ્યું


જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં પાણી ઢોળવા બાબતે બે પાડોશી મહિલાઓ બાખડી પડી હતી, અને એક મહિલાએ પાડોશી મહિલાનું માંથી ફોડી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરના રામેશ્વર નગર નજીક જલારામ પાર્ક શેરી નંબર -2 માં રહેતી સુરજબા સંજય સિંહ જાડેજા નામની મહિલાએ પોતાના ઉપર હુમલો કરી માથું ફોડી નાખી લોહીલુહાણ કરી નાખવા અંગે પાડોશમાં રહેતી પ્રફુલાબા ચાવડા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપી મહિલાને પોતાનું આંગણું ધોઈ પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઈ હતી.


જેમાં ઉશ્કેરાયેલી પાડોશી મહિલાએ પોતાના ઘરમાંથી હથોડી લઈ આવી સુરજબા ના માથામાં હુમલો કરી દેતાં માથામાંથી લોહીની ધાર થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર મામલે સીટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે. વાઘેલા વધુ તપાસ ચલાવે છે.

Continue Reading

ક્રાઇમ

મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો

Published

on

By

3 શખ્સ સામે નોંધાયો ગુનો


જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Continue Reading

ક્રાઇમ

ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

Published

on

By

પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી


તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.

Continue Reading
Sports1 min ago

10 વર્ષ બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ-20માંથી બહાર

ગુજરાત2 mins ago

રામેશ્વરનગરમાં પાણી ઢોળવાના પ્રશ્ને બે મહિલાઓ વચ્ચે બબાલ

ક્રાઇમ6 mins ago

મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો

Sports7 mins ago

IPL-2025, હરાજીના લિસ્ટમાં ટ્રીસ્ટન સ્ટબ્સનું નામ જોઈ દિલ્હી કેપિટલ્સને ઝટકો

ક્રાઇમ8 mins ago

ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

ગુજરાત11 mins ago

ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા

આંતરરાષ્ટ્રીય12 mins ago

સ્પેનીશ પૂરના કારણે યુરોપમાં વ્યાપક ખાનાખરાબી

ગુજરાત14 mins ago

મોરબીના લાપતા વૃદ્ધનો રાજકોટ પાણીની ખાણમાંથી મૃતદેહ મળ્યો

આંતરરાષ્ટ્રીય14 mins ago

ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ભારતે બહુ હરખાવાની જરૂર નથી

ગુજરાત16 mins ago

ચોટીલા ચામુંડા મંદિરના પૂજારીનું અપહરણ, ચાર શખ્સોએ 10 લાખની ખંડણી વસૂલી

રાષ્ટ્રીય22 hours ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય22 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય19 hours ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

ક્રાઇમ19 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

ક્રાઇમ19 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

આંતરરાષ્ટ્રીય23 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

ગુજરાત19 hours ago

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

ગુજરાત19 hours ago

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

ગુજરાત19 hours ago

સિવિલ હોસ્પિટલમાં તાલાલાના યુવાનની લાશ 8 કલાક રઝળી

Trending