એક લાખનો પગારદાર સેન્ટ્રલ જીએસટીનો ઈન્સપેકટરપાંચ હજારની લાંચ લેતા પકડાયો

શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી સેન્ટ્રલ જીએસટીના ઈન્સપેકટરને રૂૂ.પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો. એકસપોર્ટ ઈમ્પોર્ટ કંપનીના વેરીફિકેશન માટે લાંચ માગી કરી હોય…

શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી સેન્ટ્રલ જીએસટીના ઈન્સપેકટરને રૂૂ.પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો. એકસપોર્ટ ઈમ્પોર્ટ કંપનીના વેરીફિકેશન માટે લાંચ માગી કરી હોય જે અંગે રાજકોટ એસીબીની ટીમને મળેલી ફરિયાદને આધારે વોચ રાખી સેન્ટ્રલ જીએસટીના ઈન્સપેકટરને રૂૂ.પાંચ હજારની લાંચ લેતા ઝડપી લઈ વિશષ કાર્યાવહી કરી છે. માસિક એક લાખની પગાર ધરાવતા ઈન્સપેકટર માત્ર પાંચ હજારની લાંચ લેતા પકડાતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એકસપોર્ટ ઈમ્પોર્ટ કંપની ચલાવતા વેપારીને વેરીફિકેનશ માટેનો રિપોર્ટ કઢાવવાનો હોય જે અંગે રેસકોર્ષ રીંગ રોડ ઉપર સેન્ટ્રલ જીએસટી ઓફીસમાં વેરિફિકેશન રિપોર્ટ માટે બોલાવ્યા હતા અને રિપોર્ટ માટે ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવએ પાંચ હજારની લાંચ માંગી હતી જેથી વેપારીને નાણા આપવા ન હોય એસીબીમાં ફરીયાદ કરી હતી. જે અંગે સોમવારે પૈસા આપવા માટે જાણ કરવામાં આવતા એસીબીના પી.આઈ.સોલંકી સહીતની ટીમે ઓફીસમાં વોચ ગાઠવી હતી.

દરમ્યાન વેપારીને રેસકોર્ષ પાસે ગ્રાઉન્ડ પાસે બોલાવ્યા હતા જેથી વેપારી ગ્રાઉન્ડ પાસે જઈને રોકડ આપતા હતા તે દરમ્યાન એસીબીની ટીમે પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીના પીઆઈ આરઆર સોલંકીએ જણાવ્યુ હતુ કે રાજકોટમાં રહેતા વેપારીએ ભાગીદારીમાં એકસપોર્ટ ઈમ્પોર્ટ કંપની શરૂૂ કરી હતી. જે કંપનીના વેરિકિકેશન માટે જીએસટીના ઈન્સપેકટર ધર્મેન્દ્ર યાદવ કંપનીના સરનામા ઉપર ગયા હતા અને જે અંગેનો ફાયનલ રિપોર્ટ ભા આપવા માટે પાંચ હજાર રૂૂપિયાની જ માંગ કરી હતી જે તા.9ના રોજ ત સોમવારે આપવાની વાત કરી હતી ચૂં દરમ્યાન ફરીયાદ કરતા એસીબીની 21 ટીમે લાંચ લેતા રંગે હાથ ઈન્સપેકટરને પકડી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *