સામાકાંઠાની 1.60 કરોડની ચાંદી ચોરીનો સૂત્રધાર ઝડપાયો

બોટાદના રાજુ ભોજક, અમદાવાદના પ્રવિણ પ્રજાપતિ બાદ સૂત્રધારને ઈન્દોરથી ઝડપી લેવાયો, ચોરીમાં વપરાયેલ ક્રેટા કાર અને વધુ 31 લાખની ચાંદી કબજે, ઈન્દોરમાં આશરો આપનાર પણ…

બોટાદના રાજુ ભોજક, અમદાવાદના પ્રવિણ પ્રજાપતિ બાદ સૂત્રધારને ઈન્દોરથી ઝડપી લેવાયો, ચોરીમાં વપરાયેલ ક્રેટા કાર અને વધુ 31 લાખની ચાંદી કબજે, ઈન્દોરમાં આશરો આપનાર પણ ઉઠાવી લેવાયો

શહેરમાં ચંપકનગરમાં થયેલી 120 કિલો ચાંદી ચોરીમાં સુત્રધાર અને તેને આશરો આપનારને ક્રાઈમ બ્રાંચની ટીમે ઇન્દોરથી ઝડપી લીધો છે. આ ચોરીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક રીસીવરને 40 કિલો ચાંદી સાથે પકડી લીધા બાદ તેની પુછપરછમાં આ ચોરીમાં રાજસ્થાન અને બોટાદ પંથકના બૂટલેગરોની ટોળકીની સંડોવણી ખુલી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ની ટીમે મૂળ રાજસ્થાનના શિરોહીના વતની પ્રદિપ ચંપાલાલ પ્રજાપતિ (ઉ.વ-24)ની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમા ગયેલ ચાંદીના અલગ અલગ દાગીના મળી કુલ વજન 40 કિલો 738 ગ્રામના મુદ્દામાલ કબજે કરાયો હતો.

રાજસ્થાન અને બોટાદ પંથકના બૂટલેગરો અને તેમના સાગરીતોએ મળી આ ચોરી કરી હતી. બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બોટાદ પંથકમાંથી નામચીન બુટલેગરને 31 કિલો ચાંદી સાથે ઝડપી લીધો હતો. જેની પુછતાછમાં ચોરીમાં બનાસકાંઠાના દાંતીવાડાનો બુટલેગર મુખ્ય સુત્રધાર હોવાનુ અને ચોરીમાં વપરાયેલી કારના માલીક જેલમાં હોય અને કાર બોટાદનો શખસ વાપરતો હોય ચોરીમાં વપરાશ માટે 31 કિલો ચાંદી ભાગમાં આવી હોવાનુ આરોપીએ રટણ કરતા મુખ્ય સુત્રધાર આવ્યા બાદ સાચુ શું? તે અંગે વિગતો બહાર આવશે.

સંત કબિર રોડ પર ચંપકનગરમાં શક્તિ સિલ્વર નામની પેઢી ચલાવતા રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-01 શેરી નં.1 માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ લિંબાભાઈ બુસા (ઉ.વ.39) ની તૈયાર કરેલ દાગીના પ્લાસ્ટીકના બોક્ષમાં ભરેલ હતા, તે બોક્ષની 11 બોરી જોવામાં આવેલ નહી જેની કિંમત આશરે રૂૂ. 1,62,50,000 ની ચોરી થઇ હતી. જે મામલે બીડીવીઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 40 કિલો ચાંદી સાથે પ્રવિણ પ્રજાપતિને ઝડપી લઈ તેની પુછતાછ કરતા તે મોબાઈલનો ધંધાર્થી હોય અને તેને પીતરાઈ ભાઈ રાજસ્થાની મુકેશ પ્રજાપતિ આપી ગયાનુ રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કેટલાક શંકાસ્પદોના નામ પણ મળી આવ્યા હોય પોલીસે બોટાદમાંથી એક શંકાસ્પદ બુટલેગર રાજુ ભોજકને ઉઠાવી લીધો હતો તેની પુછતાછ કરતા તેને રાજસ્થાનના બુટલેગર ધરમસિંગ ધંધાકીય સાથે મિત્રતા હોય અને તે હાલ જેલમાં વાસમાં હોવાથી તેના નામની કાર રાજુ વાપરતો હતો. અને ચંપકનગરમાં ચોરીમાં કારનો ઉપયોગ થયો હોય જે કાર તેને બનાસકાંઠાના દાંતીવાડાનો શખસને આપી હોવાનુ અને ચોરીમાં ભાગ બટાઈ કરતા તેના ભાગે 31 કિલો ચાંદી આવી હોવાનુ બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી ચોરીમાં સુત્રધાર સહિત વધુ ચાર શખસોને પકડી લેવા તપાસ કરતા. ચાંદી ચોરીના સુત્રધાર બુટલેગર રતનસિંહ રાઠોડ પણ ઇન્દોરથી ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગયો છે.

તેમજ રતનસિંહને આશરો આપનારને પણ ક્રાઈમ બ્રાંચે ઉઠાવી લીધો છે. સુત્રધારને લઇ રાજકોટ પોલીસ ઇન્દોરથી રાજકોટ આવવા રવાના થઇ છે. રતનસિંહની પુછપરછમાં વધુ ખુલાશા થશે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બી.બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની ટીમ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *