જામજોધપુરમાં 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર વેપારીને પાંચ વર્ષની સજા

જામનગર જિલ્લાના જામજોધપુરમાં 45 વર્ષના એક વેપારીએ પોતાની દુકાનમાં વસ્તુ લેવા આવેલી 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરી છેડછાડ કરી હતી, જે અંગે પોકસો સહિતની…

જામનગર જિલ્લાના જામજોધપુરમાં 45 વર્ષના એક વેપારીએ પોતાની દુકાનમાં વસ્તુ લેવા આવેલી 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરી છેડછાડ કરી હતી, જે અંગે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા, અને દંડ નો હુકમ કર્યો છે, જ્યારે ભોગ બનનાર બાળકીને રૂૂપિયા બે લાખનું વળતર આપવા પણ હુકમ ફરમાવ્યો છે.

આ કેસની હકીકત એવી છે કે જામજોધપુર પંથકમાં રહેતા એક ફરિયાદી ની સગીર વયની પુત્રી ભોગ બનનાર (ઉંમર વર્ષ 11) વાળી ને આ કામના આરોપી ચંદુ નાથાભાઈ ચાવડા (ઉંમર વર્ષ 45 રહેવાસી જામજોધપુર) વાળા એ ભોગ બનનાર આરોપીની દુકાને નાસ્તો લેવા ગઈ હતી, ત્યારે આરોપીએ પોતાના ઘરના વાસણ સાફ કરી દે તેમ કહી હાથ પકડી આરોપીની દુકાન ની બાજુમાં જ પોતા નું ઘર હોય ત્યાં લઈ જઈ અને ભોગ બનનાર સાથે જબરજસ્તી કરી ભોગ બનનાર ના શરીરે હાથ ફેરવવા લાગ્યો હતો.

ત્યારબાદ ભોગ બનનાર ના નીચેના કપડા કાઢી આરોપીએ પોતાના પેન્ટ ખોલી પોતાનું અંગ ભોગ બનનારના શરીરને અડાડવા લાગતાં ભોગ બનનાર રડવા લાગી હતી. જેથી આરોપીએ ભોગ બનનારને કહયું હતું કે આ વાત કોઈને કહીશ તો હું તને ગળુ દબાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોગે ભોગ બનનારે તેમના ભાભુ ને બનાવની હકીકત જણાવી હતી, જેથી આરોપી વિરુદ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 354, 354 ક.1 ,2 તેમજ 506-2 તથા પોક્સોની કલમ 8.12 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ મેજી. આર. પી. મોગેરાની પોકસો કોર્ટમાં ચાલી જતાં જેમાં સરકાર તરફે 12 જેટલા સાહેદ તથા દસ્તાવેજ પુરાવા રજુ કરાયા હતા.

તેમજ સરકાર તરફની દલીલ ગ્રાહય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી પોક્સો કલમ આઠમાં પાંચ વર્ષની સખત કેદ ની સજા તથા રૂૂપિયા 15,000 નો દંડ, અને દંડ ન ભરે તો છ માસની વધુ સખત કેદની સજા તેમજ પોક્સો કલમ 12 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા, તથા રૂૂપિયા 10,000 દંડ અને દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા, તથા આઈપીસી કલમ 506-2 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂૂપિયા 5,000 નો દંડ અને દંડના ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂૂપિયા બે લાખ પુરા ચૂકવવા તેવો હુકમ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ આર પી મોગેરા દ્વારા કરાયો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *