મોબાઇલ ખરીદવાના બહાને ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કરાવી વેપારી સાથે 91 હજારની ઠગાઇ

શહેરમાં રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરતાં વેપારી પાસેથી ગઠિયાએ આણંદના યુવકના ક્રેડિટ કાર્ડના નંબર આપી રૂૂ.91 હજાર ટ્રાન્સફર કરાવી લઈ પૈસા પડાવી ફોન…

શહેરમાં રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરતાં વેપારી પાસેથી ગઠિયાએ આણંદના યુવકના ક્રેડિટ કાર્ડના નંબર આપી રૂૂ.91 હજાર ટ્રાન્સફર કરાવી લઈ પૈસા પડાવી ફોન પણ ન અપાવી છેતરપિંડી આચરી હોવાનું જણાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વધુ વિગતો મુજબ,શીતલ પાર્ક પાસે આવેલા શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉનશિપ ઈ વિંગ-503માં રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરતાં નિકુંજભાઈ જગદીશભાઈ ખંધડિયા(ઉં.વ.34)એ યુનિ.પોલીસમાં ચિત્રકૂટ મેઈન રોડ પર ચિત્રકૂટ એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટ નં.202માં રહેતા જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઈ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે કાર્ડ સ્વાઇપીંગનુ કામ કરે છે ગઇ તા. 16 – 11 નાં રોજ રાત્રે પોતે ઘરે હતા ત્યારે તેમને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતાનુ નામ દીપ જણાવ્યુ હતુ અને તેમને શાપર વેરાવળમા મોબાઇલની દુકાન હોવાનુ જણાવ્યુ હતુ.

ત્યારબાદ આ દીપ ભાઇએ કહયુ કે તેઓએ મોબાઇલ નંબર ફેસબુક પરથી મેળવેલો છે . તેમજ દીપભાઇએ વધુમા જણાવ્યુ હતુ કે તેમની પાસે એક આણંદનાં કસ્ટમર આવ્યા છે અને તેમને મોબાઇલ ફોન લેવો છે જેથી તેનુ ક્રેડીટ કાર્ડમાથી રૂપીયા ઉપાડવાનાં છે અને આ દિપભાઇએ કમીશનથી કામ કરતા હોવાનુ કહયુ હતુ તેમજ આણંદ વાળા પાર્થભાઇનાં ક્રેડીટ કાર્ડની માહીતી આપી હતી અને ત્યારબાદ આ દિપભાઇ પાસેથી ઓટીપી મંગાવ્યો હતો અને તેઓએ પાર્થભાઇ પરમાર પાસેથી ઓટીપી મેળવી નીકુંજભાઇને આપ્યો હતો અને કુલ 93978 રૂપીયા નીકુંજભાઇનાં રાપી પે એપ મા ચાર્જ કપાયા પછી 91378 જમા થયા હતા જે પૈસા દિપભાઇએ એ એકાઉન્ટ નંબર આપ્યો હતો જે એકાઉન્ટ બેંક ખાતુ કોઇ ખુમાણ પ્રિયંકા ભુપતભાઇનાં નામનુ હતુ . તે ખાતામા તમામ નાણા જમા કરાવી દીધા હતા ત્યારબાદ જાણવા મળ્યુ કે આ આરોપી દીપ ઉર્ફે જયદીપએ તેના ક્રેડિટ કાર્ડની વિગત મેળવી પૈસા ટ્રાન્સફર કરાવી કોઈ ફોન ન આપી છેતરપિંડી આચરીહતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *