ગંજીવાડાની યુવતી દોઢેક વર્ષથી ઇન્સ્ટાગ્રામ મિત્ર સાથે રહે છે, માતાએ ઘરે રોકાવા આવવાનું કહેતા માથાકૂટ થઇ
જામનગર રોડ પર મનહરપુરમા આવેલા શાંતી નગરમા વિધર્મી યુવાન સાથે રહેતી ગંજીવાડાની યુવતીને તેનાં પરીવારજનો લેવા આવતા બંને પરીવાર વચ્ચે મારામારી થઇ હતી જેમા વિધર્મી યુવાન અને યુવતીનો ભાઇ ઘવાયા હતા આ મામલે સામ સામી ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ ભાવનગર રોડ પર ગંજીવાડામા રહેતા હર્ષદ શૈલેષભાઇ વાળોડરા (ઉ. વ. 18 ) એ પોતાની ફરીયાદમા જામનગર રોડ પર મનહરપુર પાસે શાંતી નગરમા રહેતા સોયબ અબ્દુલભાઇ અને બજરંગવાડીમા રહેતી તેની બહેન મુસ્કાન વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે પોતે યાજ્ઞીક રોડ પર કપડાની દુકાનમા કામ કરે છે . ગઇકાલે સાંજનાં સમયે માતા ભાવનાબેન અને ફઇનો દીકરો ચમન એમ ત્રણેય એકટીવા લઇ માધાપર ચોકડી પાસે મનહર પુર નજીક શાંતી નગરમા રહેતી મોટી બહેન પાયલ કે જે છેલ્લા દોઢેક વર્ષથી સોયબ સાથે રહેતી હોય માતાએ તેમને મળવા જવાનુ કહેતા ત્રણેય ત્યા ગયા હતા ત્યારબાદ માતાએ પાયલને પોતાનાં ઘરે અઠવાડીયુ રોકાવાનુ કહેતા સોયબની બહેન ત્યા આવી ગઇ હતી અને સોયબને બોલાવી ફરીયાદી હર્ષદભાઇ અને તેમનાં માતા સાથે બોલાચાલી ઝઘડો કરી સોયબ હર્ષદનાં સમાજ પ્રત્યે મનફાવે તેમ બોલવા લાગ્યો હતો અને હર્ષદને ધકકો મારતા તે તેને માથાનાં ભાગે ઇજા થઇ હતી તેમજ માતા ભાવનાબેન અને બહેન પાયલને પણ ઢીકા પાટુનો માર માર્યો હતો આ મામલે આરોપી સોયબ અને તેમની બહેન મુસ્કાન સામે ફરીયાદ નોંધાવી હતી.
જયારે સામા પક્ષે સોયબ અબ્દુલભાઇ ભાંવર (ઉ. વ. ર7 ) એ પોતાની ફરીયાદમા હર્ષદ વાળોદરા અને અનુભાઇનુ નામ આપતા તેમની સામે ફરીયાદ નોંધવામા આવી છે. સોયબે જણાવ્યુ હતુ કે પોતે કોરીયોગ્રાફર છે. તેમને દોઢેક વર્ષ પહેલા પાયલ સાથે ઇન્સ્ટાગ્રામમા મુલાકાત થયા બાદ બંને દોઢ વર્ષથી સાથે રહેતા હતા અને ગઇકાલે પાયલનાં માતા તેઓનાં ઘરે ગયા હતા અને પાયલને અઠવાડીયા માટે ઘરે રોકાવા માટે આવવાનુ કહેતા બંને પરીવાર વચ્ચે માથાકુટ થઇ હતી જેથી હર્ષદ અને અનુભાઇએ ઉશ્કેરાઇ સોયબને ધકકો મારતા તેઓ ત્યા પડી ગયા હતા અને દીવાલ સાથે માથુ અથડાવ્યુ હતુ તેમજ હર્ષદ ઘરમાથી સાણસી લઇ આવી માથાનાં ભાગે મારી દીધી હતી . આ મામલે યુનીવર્સીટી પોલીસે ફરીયાદને આધારે તપાસ શરુ કરી છે.
