શહેરના યુનિવર્સિટી રોડ પર હેતધારા કોમ્પ્લેક્સના ભાડાના મકાનમાં ચાલતા કૂટણખાના પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી માયાબેન કાકડીયા (ઉ.વ.32, રહે. સમૃદ્ધિપાર્ક શેરી નં. 1 મવડી, મૂળ વડોદરા) અને સુમિત ઉર્ફે સન્ની નીલેશભાઈ રામી(રહે. અમદાવાદ)ને પકડી રૂૂા. 1500ની મત્તા કબજે કરી હતી.
હેતધારા કોમ્પ્લેક્સમાં બ્લોક નં. 101માં ભાડે રાખેલા મકાનમાં માયાબેન કાકડીયા કૂટણખાનુ ચલાવતા હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામના પીએસઆઈ વી.ડી. રાવલિયા સહિતના સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.બાદમાં ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડતાં આ સ્થળેથી બંને આરોપીઓ ઉપરાંત યુગાન્ડા, મહારાષ્ટ્ર, અમદાવાદની મળી ચાર રૂૂપલલનાઓ મળી આવી હતી.
બીજી તરફ તપાસ કરતાં અંદર રૂૂમમાંથી ડમી ગ્રાહક અને અમદાવાદની રૂૂપલલના કઢંગી હાલતમાં મળી આવી હતી. જેની પાસેથી રૂૂા. 1000ની રોકડ મળી હતી. પૂછપરછમાં રૂૂપલલનાએ પોલીસને જણાવ્યું હતું કે, બંને આરોપી ગ્રાહકદીઠ રૂૂા. 2500 લેતા હતા. જેમાંથી રૂૂા.1000 તેને આપતા હતા. મકાનમાં તપાસ કરતાં રસોડામાં પ્લેટફોર્મ નીચે આવેલા ડ્રોઅરમાંથી દારૂૂની બોટલ પણ આવી પોલીસે બંને આરોપીઓ સામે ધી ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની કલમ હેઠળ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આરોપીઓ છેલ્લા દોઢેક મહિનાથી આ સ્થળે કૂટણખાનુ ચલાવતા હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
