કચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યા

શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ચાંદી રીફાઈનરીંગની દુકાનમાંથી રૂૂપિયા 16.70 લાખની 25 કિલો કાચી ચાંદી ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી ઝડપાયા હતા.ભુજ…


શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ચાંદી રીફાઈનરીંગની દુકાનમાંથી રૂૂપિયા 16.70 લાખની 25 કિલો કાચી ચાંદી ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી ઝડપાયા હતા.ભુજ શહેર બી ડીવીઝન પોલીસે ચાંદી ચોરી કરનાર મુળ હિમાચલ પ્રદેશના આરોપી અજયકુમાર લચ્છુરામ ઠાકુર અને રમેશચંદ્ર ત્રિલોકચંદ ઠાકુરને ઝડપી લીધા છે. આરોપીઓ બનાવને અંજામ આપ્યાના બે મહિના અગાઉ કામ કરવા માટે જીઆઈડીસીમાં આવ્યા હતા.જેમને 25 કિલો ચાંદી રીફાઇન્ડ કરવા માટે અપાઇ હતી.

જે બાદ બન્ને આરોપી બારીનો કાચ તોડી 16.70 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોધાઇ હતી.જે મામલે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.બી.પટેલની સુચનાથી આરોપીઓને ઝડપી લેવા ટીમ તપાસમાં જોતરાઈ હતી.અને એલસીબીની મદદથી ટેકનીકલ સર્વેલન્સને આધારે એક આરોપીને પંજાબના જલંધર અને એકને હિમાચલ પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.જેમની પાસેથી પોલીસે 9.45 લાખની કિંમતનો રીફાઇન્ડ કરેલ ચાંદીનો પાવડર પણ કબ્જે કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *