ચોટીલાના મોટી મોલડીમા રહેતા માતા – પુત્ર બાઇક લઇ જતા હતા ત્યારે અજાણ્યા બોલેરોના ચાલકે ઉલાળતા પુત્રની નજર સામે જ માતાને ગંભીર ઇજા થવાથી મોત નીપજયુ હતુ આ અંગે અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક વિરુધ્ધ કાર્યવાહી કરવા તજવીજ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ મોટી મોલડીનાં ચાંમુડાનગરમા રહેતા શાંતુબેન વાલાભાઇ બોરાણી (ઉ.વ. 60 ) તેમને બાઇકમા બેસાડી દવા લેવા લઇ જતો હતો ત્યારે ચોટીલા પાસેની દેવાંશી હોટેલ પાસે પુર ઝડપે આવતા અજાણ્યા બોલેરોનાં ચાલકે ઠોકરે ચડાવતા બંને રસ્તા પર ફંગોળાયા હતા જેમા શાંતુબેનનુ ગંભીર ઇજા થવાથી મોત નીપજયુ હતુ જયારે સંજયને ઇજા થવાથી રાજકોટ સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો છે.
શાંતુબેનને ત્રણ દીકરા અને ત્રણ દીકરી છે સંતાનો ખેતી કામ કરે છે મહીલાનાં મોતથી પરીવારમા અરેરાટી મચી ગઇ છે.
