Connect with us

રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 5 લોકોના મોત

Published

on

ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં અનેક વખત વિસ્ફોટ થયાની ઘટના સમેઅવતી હોય છે ત્યારે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આજે મોડી સાંજે થયેલા વિસ્ફોટને કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈને પાંચ લોકોના મોત થયા હતા. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આ ફટાકડાના કારખાનાની આસપાસ રહેણાંક મકાનો પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં લોકો રહેતા હતા. ગામના રહેવાસી રહેમાન શાહના સંબંધીઓ નાઝીમ અને નાસીર સિરૌલી માર્કેટમાં ફટાકડાનું કામ કરે છે. રહેમાન શાહ પણ પોતાના ઘરે ચોરીછૂપીથી ફટાકડા બનાવીને આપતો હતો.

બુધવારે કલ્યાણપુર ગામમાં રહેમાન શાહના ઘરમાં રાખેલા ફટાકડામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. જ્યારે લોકોએ બહાર આવીને જોયું તો રહેમાનનું ઘર સંપૂર્ણપણે કાટમાળ થઈ ગયું હતું. આ વિસ્ફોટની અસરમાં નજીકના આઠ અન્ય મકાનો પણ આવી ગયા હતા. લોકોએ તરત જ સિરૌલી પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને આની જાણ કરી. માહિતી મળતા જ સિરૌલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ટીમે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં રહેમાન શાહની પુત્રવધૂ સહિત પાંચ લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ એસએસપી અનુરાગ આર્યએ એસપી ટ્રાફિક અને સીઓ મીરગંજને ઘટનાસ્થળે મોકલ્યા હતા. SSPનો આદેશ મળતા જ બંને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને અધિકારીઓએ ઘટનાસ્થળે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. પ્રશાસનની ટીમ પણ સ્થળ પર હાજર છે.

રાષ્ટ્રીય

બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂરગ્રસ્તોની બચાવ કામગીરી દરમિયાન અચાનક પાણીમાં ખાબક્યું, જુઓ VIDEO

Published

on

By

બિહારના મુઝફ્ફરપુરમાં આજે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થઈને પાણીમાં પડી ગયું હતું. જોકે, એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર . સીતામઢીથી રાહત સામગ્રી વહેંચીને પરત ફરતું હતું ત્યારે આ દૂર્ઘટનાનો શિકાર બન્યું હતું

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભારતીય વાયુસેનાએ કહ્યું કે બિહારના સીતામઢીમાં પૂર રાહત કામગીરી દરમિયાન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટરમાં બે પાયલટ સહિત ત્રણ જવાન હતા. જોકે, દરેક જણ સુરક્ષિત છે.

બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર છે. વાસ્તવમાં, નેપાળમાં ભારે વરસાદ અને પૂર પછી, 29 સપ્ટેમ્બરના રોજ કોસી બેરેજ, વીરપુરમાંથી 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 1968 પછી આ સૌથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. આ બેરેજમાંથી 1968માં મહત્તમ 7.88 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ કારણે બિહાર અને યુપીના અનેક જિલ્લાઓમાં પૂરનું સંકટ ઉભું થયું છે.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી, સીતામઢી અને દરભંગા જિલ્લાના બે જિલ્લાઓમાં પાણીથી ઘેરાયેલા ગામોમાં સૂકા રાશનના પેકેટો છોડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વસ્તીમાંથી લગભગ 2,26,000 લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF)/નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્થાનિક બોટ દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે વહીવટીતંત્ર પૂરગ્રસ્ત લોકોને બચાવવા માટે એનડીઆરએફની કુલ 16 ટીમો અને એસડીઆરએફની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત વારાણસી અને રાંચીથી NDRFની ત્રણ-ત્રણ ટીમોને બોલાવવામાં આવી છે અને તેમને અલગ-અલગ જિલ્લામાં રાહત અને બચાવ કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ એક દિવસ પહેલા જ દિલ્હીમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સીઆર સાથે મુલાકાત કરી

Continue Reading

આંતરરાષ્ટ્રીય

લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે

Published

on

By

જે રીતે લેબનોનમાં પેજર અટેક કરવામાં આવ્યો તે પછી દુનિયભરના દેશ ચેતી ગયા છે. ખાસ કરીને ભારત કે જેના પડોશમાં ચીન જેવો દુશ્મન દેશ છે જે આ પ્રકારની ભવિષ્યમાં કરે તો નવાઈ નથી. લેબનોનમાં થયેલા પેજર અટેક બાદ ભારત સરકાર દેશમાં ચાઈનીઝ નિર્મિત સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે.સરકાર સ્થાનિક વિક્રેતાઓને પ્રોત્સાહન આપવા માટે સર્વેલન્સ માર્કેટમાં નવી માર્ગદર્શિકા ઝડપથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.


પેજર વિસ્ફોટોના પગલે, ભારત સરકાર સપ્લાય ચેઇન પર ઊંડાણપૂર્વક તપાસ કરશે. 18 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે લેબનીઝ આતંકી સંગઠન હિઝબુલ્લાહના કાર્યકરોના હજારો પેજર અને મોબાઈલ ડિવાઈસને બ્લાસ્ટ કર્યા હતા. આમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ અગાઉ પેજર અને અન્ય ઉપકરણોમાં છુપાયેલા વિસ્ફોટકો વડે કરવામાં આવ્યા હતા.


એક રિપોર્ટ અનુસાર, ભારત સરકારની નવી નીતિ 8 ઓક્ટોબરથી લાગુ થઇ શકે છે, જે ચીની કંપનીઓને બજારથી બહાર કરીને ભારતીય કંપનીઓને ફાયદો પહોંચાડશે.


આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા, પરંતુ લેબનોન વિસ્ફોટોને પગલે સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવતા આ માર્ગદર્શિકાનો ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે.સરકાર ઈઈઝટ કેમેરા અંગેની માર્ગદર્શિકાને ઝડપથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. નવા નિયમો ફક્ત વિશ્વસનીય સ્થાનો પરથી કેમેરાના વેચાણ અને ખરીદીને મંજૂરી આપશે.


રિપોર્ટમાં કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એક નિષ્ણાતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હાલમાં, ઈઙ પ્લસ, હિકવિઝન અને દહુઆ ભારતીય બજારના 60%થી વધુને નિયંત્રિત કરે છે. જ્યારે ઈઙ પ્લસ ભારતીય કંપની છે, ત્યારે હિકવિઝન અને દહુઆ ચીની કંપનીઓ છે. નવેમ્બર 2022 માં, યુએસ સરકારે હિકવિઝન અને દહુઆના ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્વીકાર્ય ખતરો ગણવામાં આવ્યો હતો.


તાજેતરમાં જ ભારત સરકારે ચાઇનીઝ ઈઈઝટ સાધનો માટેના ટેન્ડરને નકારી કાઢવાનું શરૂૂ કર્યું છે અને બોશ જેવી યુરોપિયન કંપનીઓને પ્રાધાન્ય આપ્યું છે. બોશ એપ્લાયન્સીસ ચાઈનીઝ એપ્લાયન્સ કરતા 7 થી 10 ગણા મોંઘા માનવામાં આવે છે.


અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઈઈઝટને લઇને દબાણ પેજર વિસ્ફોટ પહેલાનું છે. સુરક્ષા પ્રમાણપત્ર અંગેની માર્ગદર્શિકા માર્ચમાં જારી કરવામાં આવી હતી અને ઓક્ટોબરમાં અમલમાં આવશે.


આનું મુખ્ય કારણ સંભવિત ડેટા લીક અંગેની ચિંતા છે, કારણ કે ઈઈઝટ કેમેરા સંવેદનશીલ સ્થળોએ લગાવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ લોકોની હિલચાલને ટ્રેક કરવા માટે થઈ શકે છે. કેમેરા માત્ર વિશ્વાસુ સ્થળો પરથી જ ખરીદવામાં આવે. વિશ્વસનીય સ્થાન તે છે જ્યાં ભારત સરકાર પાસે સમગ્ર ઉત્પાદન શૃંખલા વિશે માહિતી હોય છે અને ખાતરી આપવામાં આવે છે કે ઉપકરણોમાં કોઈ પાછલા દરવાજા નથી કે જે ડેટા લીક અથવા ચોરી કરી શકે.

Continue Reading

રાષ્ટ્રીય

હજીપણ લોકો બે હજારની રૂા.7,117 કરોડની નોટો છૂપાવીને બેઠા છે

Published

on

By


દેશમાં બે હજારની સુંદર ગુલાબી કલારની કડકડતી નોટો બંધ થયાને દોઢ વર્ષ કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે. પરંતુ હજી પણ સાત હજાર કરોડ રૂૂપિયા કરતાં વધુ કિંમતની આ ચલણી નોટો દબાવીને બેસી ગયા છે. ભારતીય રિઝર્વ બેંકે ઑક્ટોબર મહિનાના પ્રથમ દિવસે આ નોટોને લઈ મોટું અપડેટ આપ્યું અને જણાવ્યું કે ચલણથી બહાર કરી હોવા છતાં અત્યાર સુધી બે હજારની કુલ નોટોમાંથી માત્ર 98 ટકા જ નોટો પરત આવી છે.

મંગળવાર, 1 ઓક્ટોબર, 2024ના રોજ, કેન્દ્રીય બેંક આરબીઆઈએ, ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂૂપિયાની નોટ પરત કરવાના ડેટા શેર કરતી વખતે કહ્યું કે આ કિંમતની 98 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રિઝર્વ બેંકે કહ્યું છે કે લોકો પાસે હજુ પણ 7,117 કરોડ રૂૂપિયાની ગુલાબી નોટો છે. આ નોટોને ચલણમાંથી બહાર કાઢ્યા પછી, શરૂૂઆતમાં તે ઝડપી ગતિએ પાછી આવી હતી, પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિએ પાછી આવી રહી છે. પહેલી જુલાઈ, 2024ના રોજ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા બજારમાં 7,581 કરોડ રૂૂપિયાની કિંમતની બે હજાર રૂૂપિયાની ગુલાબી નોટો બચી ગઈ હતી, જ્યારે 1 સપ્ટેમ્બર સુધીમાં પણ આ આંકડો 7000 કરોડ રૂૂપિયાથી નીચે ન આવી શકે.
આ બે મહિનામાં માત્ર 320 કરોડ રૂૂપિયાની નોટો જ પરત આવી શકી છે.

Continue Reading
રાષ્ટ્રીય7 hours ago

ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 5 લોકોના મોત

આંતરરાષ્ટ્રીય8 hours ago

ઇઝરાયલે UNચીફ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તેમણે ઈરાનના હુમલાની નિંદા કરી નથી

રાષ્ટ્રીય8 hours ago

બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂરગ્રસ્તોની બચાવ કામગીરી દરમિયાન અચાનક પાણીમાં ખાબક્યું, જુઓ VIDEO

આંતરરાષ્ટ્રીય8 hours ago

લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે

રાષ્ટ્રીય8 hours ago

હજીપણ લોકો બે હજારની રૂા.7,117 કરોડની નોટો છૂપાવીને બેઠા છે

રાષ્ટ્રીય8 hours ago

પંજાબમાં આપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘિંગાણું-ગોળીબાર

રાષ્ટ્રીય8 hours ago

આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં મળશે સારી કવોલિટીનો દારૂ, ગાંધી જયંતિએ જ જાહેરાત

રાષ્ટ્રીય8 hours ago

આધ્યાત્મિક ગુરૂ જગ્ગી વાસુદેવના આશ્રમમાં 150 પોલીસનો કાફલો ત્રાટકયો, સર્ચ ઓપરેશન

આંતરરાષ્ટ્રીય8 hours ago

તેલ અવીવમાં આતંકવાદી હૂમલો,8ના મોત, હૂમલાખોર બે શખ્સો પણ ઠાર

રાષ્ટ્રીય8 hours ago

રેકોર્ડીંગની ના પાડતા મે PM મોદી સાથે વાત કરી ન હતી

ગુજરાત1 day ago

મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું

ક્રાઇમ1 day ago

VIDEO: અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી માથું દીવાલ પછાડ્યું, સેકન્ડોમાં 10 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ

ગુજરાત10 hours ago

એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા

રાષ્ટ્રીય2 days ago

શેરબજારની ‘મંગળ’ શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 25,900ને પાર

રાષ્ટ્રીય1 day ago

‘મંદિર હોય કે મસ્જીદ, કોઈપણ ધાર્મિક સ્થળ અડચણ ન બની શકે..’ બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટેની ટીપ્પણી

ક્રાઇમ1 day ago

ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું

ગુજરાત1 day ago

રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી

ગુજરાત1 day ago

ગાંધી મ્યુઝિયમ ખાતે કાલે સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ યોજાશે

ધાર્મિક15 hours ago

આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત

ક્રાઇમ1 day ago

રૂા.1.5 લાખના આઇફોનના પૈસા ન ચૂકવવા પડે એટલે ડિલિવરી બોયની હત્યા

Trending