ગુજરાત
મોરબીના અમરનગરમાં વેપારી સાથે ડિલરશિપના નામે રૂા.41.71 લાખની ઠગાઇ
મોરબી તાલુકાના અમરનગર ગામે વેપારીને હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડિલરશીપ આપવાની લોભામણી લાલચ આપી વેપારીને ખોટી ડિલરશીપ મંજૂર કરી વેપારી પાસેથી રૂૂ.41,71,500 રોકાણ કરાવી રૂૂપિયા પરત નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામના વતની અને હાલ મોરબીના અમરનગર ગામે રહેતા અને વેપાર કરતા સહદેવસિંહ હલુભા ઝાલા (ઉ.વ.32) એ આરોપી મોબાઇલ ધારકો (1) 8585042573 તથા (2) 90382 07315 તથા (3) Utkarsh small finance બેંક એકાઉન્ટ નંબર 1408017 645948701 તથા (4)Kotak BANK એકાઉન્ટ નંબર 3048619142 તથા (5) Union bank એકાઉન્ટ નંબર 5296020 10009665 ના ધારક વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના ફેસબુક એકાઉન્ટ Sahdevsinhzala નામના એકાઉન્ટમાં હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની જાહેરાત આવેલ હોય જે જાહેરાત ફરીયાદિએ ઓપન કરતા ફરીયાદિના ઇ-મેલ આઇ.ડીSahdevsinhzala8291 gmail. com ઉપર approve dhulpatners. com support unileverpartners.in પરથી ઇ-મેલ આવેલ અને આરોપીઓએ ઇ-મેલમાં ફરીયાદિને જણાવેલ કે તમારે હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડીલરશીપ લેવાની હોય તો ઇ-મેલમાં મોકલેલ ફોર્મ ભરીને મોકલો જેથી ફરીયાદિએ પોતાની પત્ની સાહેદ શીતલબા સહદેવસિહ ઝાલાના નામે ફોર્મ ભરી ઇ-મેલથી મોકલી આપેલ હતુ.
તેમજ આ ફોર્મમાં રૂૂ 50,00, 000/- ડીલરશીપ પેટે રોકાણ કરવાનું જણાવેલ હોય ત્યારબાદ suppor tunileverpartners.in પરથી ફરીયાદિનાના ઇ-મેલ આઇ.ડી પર મેલ આવેલ અને ફરીયાદિને જણાવેલ કે તમારી શીતલબા સહદેવસિહ ઝાલાના નામે ડીલરશીપ મંજુર થઇ ગયેલ હોય તો તમે તમારા ઇ-મેલ આઇ.ડી.માં મોકલેલ ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટ નંબર 14080176 45948701 વાળા ખાતામાં રોકાણ પેટે રૂૂ,50,00, 000/- જમા કરવાનુ જણાવી જેથી ફરીયાદિએ હા કહેતા આરોપોઓએ ફરીયાદીને લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ કેળવી ફરીયાદીને ડીલરશીપ મંજુર થઇ ગયેલ હોવાનું ખોટુ જણાવી ફરીયાદિને અલગ અલગ તારીખે આરોપીઓના બેંક એકાઉન્ટમાં રૂૂ 41,71,500/- નું રોકાણ કરેલ હોય અને આરોપીઓએ ફરીયાદિને બાકીના રૂૂપીયા ભરશો તો જ ડીલરશીપ મળશે જેથી ફરીયાદિએ અવારનવાર મોબાઇલ ફોન દ્રારા કહેલ કે મે રોકાણ કરેલ રૂૂ 41,71,500/- મને પરત આપી દો તેમ જણાવતા છતા આરોપીઓએ ફરીયાદિના રોકાણ કરેલ રૂૂપીયા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદિ સાથે છેતરપીંડી કરી રૂૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત
પીએમના કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકથી પીએસઆઈનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારે વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાયેલ એકતા પરેડના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં રહેલા એક પીએસઆઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા છેલ્લા બે દિવસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ પાસે ફરજ પર હતા. તે દરમિયાન રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ હાર્ટએટેક આવ્યો હતો. જેઓને તાત્કાલિક નવનિર્મિત ટ્રોમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
ક્રાઇમ
હોટલ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ભુપેન્દ્ર રોડ પર પાર્કવ્યુ હોટલ સંચાલક પાસે ગેરકાયદે નાણા કઢાવવા હવાલો લઈ હુમલો કરી છરી થી ઈજા પહોંચાડતા ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા દિનેશ મુછડી તથા રમેશ બોરીચાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ છે.વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને રજપૂત કરવામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયાએ દિનેશ ઉર્ફે મુછડી રતિભાઈ ચાવલા અને રમેશ જીવાભાઇ સબાળ નામના અશોકસોએ રસ્તામાં આંતરિક લોખંડના પાઇપથી માર માર્યા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં દિનેશ ઉર્ફે મુછડી રતીભાઈ ચાવડા તથા રમેશ જીવાભાઈ સબાળ પફુલ ગોસ્વામી પાસે રૂૂા.35 લાખ માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂૂા.71 લાખ બળજબરી થી ખુનની કોશીસ કરેલ હોવાનુ જણાવ્યું હતું બાદ તપાસ પૂર્ણ થતા બંને શખ્સોને જેલવાલે કરવામાં આવ્યા હતા હાલ જેલ વાલે રહેલા બંને શખ્સોએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી તે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બંને આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.ઉપરોક્ત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી,રિપલ ગેવરીયા, પાર્થ સંધાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા પુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે એ.જી.ઝાલા રોકાયેલ હતા.