Connect with us

કચ્છ

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

Published

on

કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. આ ઘટના કંપનીમાં રાત્રીના 12.30 કલાકે સર્જાઈ હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચ કર્મચારીઓના મોત થયાં છે. આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી. દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ 1:16 PM 10/16/2024હતી.

કચ્છ

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

Published

on

By

પત્ની, સસરા અને બીજા પતિ વિરૂદ્ધ છેપિંડીનો ગુનો નોંધ્યો

કચ્છના અબડાસા તાલુકાના તેરાની પરિણીતાએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી ઘરસંસાર માંડીને પુત્રીને જન્મ આપતાં પતિએ તેની પત્ની, બીજા પતિ તથા રાજકોટ રહેતા તેમના સસરા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.આ અંગે નલિયા પોલીસ મથકે તેરાના વીરભદ્રસિંહ જીલુભા સોઢાએ નોંધાવેલી વિગતવાર ફરિયાદ મુજબ રાજકોટના રણજિતસિંહ જાડેજાની પુત્રી ભાગ્યશ્રીબા સાથે તા.19/11/18ના કોઠારા ખાતે સમાજના સમૂહલગ્નમાં લગ્ન થયા હતા અને તેરામાં તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ફરિયાદીનો પત્ની ભાગ્યશ્રીબા સાથે વૈચારિક મતભેદો થતાં પાંચેક વર્ષ પૂર્વે ભાગ્યશ્રીબાને તેના પોતાના ઘરે તેડી ગયા હતા.

આ બાદ ફરિયાદીના પત્ની અને સસરાએ ભરણપોષણ તેમજ ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ નોંધાવી હતી જે હાલ જ્યુડિશીયલ પેન્ડિંગ છે. આ ઉપરાંત કોર્ટ કેસ દાખલ કર્યા છે.આરોપી ભાગ્યશ્રીબાના ફરિયાદી સાથે છૂટાછેડા ન થયા હોવાની જાણ છતાં તેના પિતા રણજિતસિંહે ભાગ્યશ્રીના બીજા લગ્ન આરોપી હિતેન્દ્રસિંહ ભુરૂૂભા વાઘેલા (રહે. સાણંદ) સાથે કરાવી તેઓના આ ગેરકાયદેસર અનૈતિક લગ્ન જીવનથી એક પુત્રી નામે હિમાંશીબા વાઘેલાનો જન્મ તા.4/3/23ના થયો છે.

ઉપરાંત આરોપી ભાગ્યશ્રીબાએ ફરિયાદી પતિ પાસેથી પૈસા પડાવવા માટે રાજકોટ તેમજ ગાંધીનગર કોર્ટમાં અલગ અલગ સરનામાં દર્શાવી ભરણ પોષણની અરજીઓ કરી છે.આમ, ફરિયાદી સાથે લગ્ન ચાલુમાં હોવાની જાણ છતાં કૃત્ય કરાતાં આરોપી ભાગ્યશ્રીબા વિરભદ્રસિંહ સોઢા(રહે.રામાવતની ડેલી ગોધાવી, સાણંદ),તેમનો બીજો પતિ હિતેન્દ્રસિંહ ભુરુભા વાઘેલા (રહે.સાણંદ) અને સસરા રણજિતસિંહ જાડેજા(રહે.સરકારી કોલોની બ્લોક નંબર.1/8,બહુમાળી ભવન પાછળ રેસકોર્સ રોડ,રાજકોટ) વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

Continue Reading

કચ્છ

કચ્છના આદિપુરથી સગીરાનું અપહરણ, પીછો કરનાર માતાની હત્યાનો પ્રયાસ

Published

on

By

પોલીસની ટીમોએ ગણતરીની ક્લાકોમાં જ આરોપીઓને દબોચ્યા

આદિપુરના સિંધુ વર્ષા બુઢ્ઢાશ્રમ પાસેના સર્કલ નજીકથી ક્રેટા કારમાં આવેલા ઇસમે સગીરાનું અપહરણ કર્યા બાદ ભોગ બનનાર સગીરાની માતા અને ભાઇએ કારનો પીછો ભારતનગર સુધી કરી અપહરણકારને આંતર્યો અને સગીરાને છોડાવવાના પ્રયાસ કર્યા પણ અપહરણકારે સગીરાની માતાને મારી નાખવાના ઇરાદે 15 થી 20 ફુટ ઢસડી સગીરાનું અપહરણ કરી ભાગી ગયો હતો. આ ઘટનામાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો નો઼ધાયો હતો. સ્થાનિક પોલીસે આ ઘટનામાં તરત ચક્રો ગતિમાન કરી અપહરણકારને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરી લીધો હતો.


આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, બુધવારે રાત્રે આ ઘટના બની હતી જેમાં ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે વિગતો આપી હતી કે, ક્રેટા કારમાં આવેલો અમદાવાદના ચાંદખેડામાં રહેતા વૈભવ અમિત મકવાણાએ તેમની સગીર વયની દીકરીનું અપહરણ કર્યુ઼ હતું. તેમણે તથા તેમના દીકરાએ અપહરણકારનો પીછો કર્યો હતો. આદિપુરના સિંધુ વર્ષા બુઢ્ઢાશ્રમ પાસેના સર્કલથી ગાંધીધામના ભારતનગર સુધી અપહરણકારનો પીછો માતા-પુત્રએ કર્યો હતો.

ભારતનગર પાસે અપહરણકારની કારને આંતરી માતાએ પથ્થર વડે કારના કાચ તોડી દિકરીને છોડાવવા પ્રયાસ કર્યો હતો પણ અપહરણકાર વેભવે સગીરાની માતાને મારી નાખવાના ઇરાદે કાર ચલાવી 15 થી 20 ફૂટ સુધી ઢસડી સગીરાને લઇ નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદની ગંભીરતા જાણી આદિપુર પીઆઇ ડી.જી.પટેલે અપહરણકારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન બાતમીના આધારે સગીરાની માતાની હત્યાનો પ્રયાસ કરી સગીરાનું અપહરણ કરનાર આરોપી વૈભવને ગણતરીના કલાકોમાં રાઉન્ડઅપ કરી લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

Continue Reading

કચ્છ

ગાંધીધામ સ્પામાં નોકરી કરતી યુવતીની તેના પતિએ જ હત્યા ર્ક્યાનો ઘટસ્ફોટ

Published

on

By


ગાંધીધામમાં આવેલા ભાનુદિપ એપાર્ટમેન્ટમાં સ્પામાં નોકરી કરતી પરિણિતાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળવાની ઘટનામાં તેનો પતિ ગુમ છે તેવામાં મૃતકના ભાઇએ તેના પતિએ બીજા લગ્ન કરવા મુદ્દે અવાર નવાર માથાકુટ થતી હોઇ તેના પતિએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ એ-ડિવિઝન પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, પશ્ચિમ બંગાળમાં મજલિસપુરમાં રહેતા મૃતકના ભાઇ સારેજુલ મોહમ્મદ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.7/10 ના તેમના ગામના મુખી અને સ્થાનિક પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, ગાંધીધામ રહેતી તેમની 41 વર્ષીય બહેન તાનજુઆરાબીબીનો મૃતદેહ ભાનુદિપ એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યો છે.


બહેનનો પતિ કાલુ દેલુ શેખ ક્યાંક ચાલ્યો ગયો છે. તમનો બનેવી કાલુ ઉગ્ર સ્વભાવનો હોવાનું પરિવાર જાણતો હતો અને અવાર નવાર નાની મોટી વાતોમાં તે બહેન સાથે ઝઘડા તકરાર કરતો હતો. તેમની મૃતક બહેનના પીએમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ હત્યા તેમના બનેવીએ જ બીજા લગ્ન કરવા મુદ્દે કરી હોવાની શંકા વ્યક્ત કરી તા.3/10 થી તા.8/10 દરમિયાન તેમના બનેવીએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું જણાવી એ-ડિવિઝન પોલીસ મથકે હત્યા સહિતની કલમો તળે ફરિયાદ નો઼ધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.7-10ના ભાનુદીપ એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટમાંથી સ્પામાં નોકરી કરતી પશ્ચિમ બંગાળની પરિણીતાને કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યા બાદ તેનો પતિ ગાયબ હોવાની ઘટના સામે આવી હતી.

Continue Reading
ગુજરાત1 min ago

મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો

ગુજરાત1 min ago

ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

ગુજરાત4 mins ago

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

ગુજરાત4 mins ago

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

ગુજરાત8 mins ago

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

રાષ્ટ્રીય1 hour ago

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

રાષ્ટ્રીય1 hour ago

ડાબા હાથથી કામ કરતા લોકોને હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે,જાણો નિષ્ણાંતો પાસેથી

ગુજરાત2 hours ago

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

રાષ્ટ્રીય2 hours ago

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો

મનોરંજન3 hours ago

કોણ છે સાઉથના આ સુપરસ્ટાર કે જેની સામે બધા બોલિવૂડ સ્ટાર્સના લગ્ન નિષ્ફળ!,જાણો

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending