જામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોત

  જામનગર જિલ્લાના જોડિયા પાસે રવિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા એક કાર ના ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતાં બાઈક સવાર દિનેશભાઈ નારણભાઈ…

 

જામનગર જિલ્લાના જોડિયા પાસે રવિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા એક કાર ના ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતાં બાઈક સવાર દિનેશભાઈ નારણભાઈ પરમાર નામના 61 વર્ષીય દરજી જ્ઞાતિના બુઝુર્ગ ઇજાગ્રસ્ત બન્યા હતા.

તેઓને 108 નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર મળે તે પહેલાં જ તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જોડીયા પોલીસ સ્ટેશન નો સ્ટાફ સૌપ્રથમ ઘટના સ્થળે, અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો છે, અને મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *