વકિલ પર હુમલો કરનારનો કેસ નહીં લડવા બારનો ઠરાવ

રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ જયવીરસિંહ એલ. ઝાલા ઉપર મયુરસિંહ રાયજાદા એ જીવલેણ હુમલો કરેલ હોય અને ગંભીર ઈજાઓ પહોચાડેલ હોય જે સબંધે મયુરસિંહ રાયજાદા…

રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ જયવીરસિંહ એલ. ઝાલા ઉપર મયુરસિંહ રાયજાદા એ જીવલેણ હુમલો કરેલ હોય અને ગંભીર ઈજાઓ પહોચાડેલ હોય જે સબંધે મયુરસિંહ રાયજાદા સામે યુર્નીવસીટી પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરીયાદ દાખલ થયેલ હોય જેથી એડવોકેટ ઉપર થયેલ આ હુમલાને રાજકોટ બાર એશોસીએશન સખ્ત શબ્દોમા વખોડી કાઢે છે અને તેઓની તારીખ-08/10/2025 ની આપેલ અરજી ના સંદર્ભે રાજકોટ બાર એશોસીએશનના વકીલશ્રીઓએ પોતાની નૈતીક ફરજ સમજી આરોપી વતી વકીલ તરીકે ન રોકાય તેવો અનુરોધ કરવામા આવે છે તેવો સરકયુલર ઠરાવ બાર એસોસિયેશને પસાર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *