નવા રિંગ રોડ ઉપર ‘પર્લ પેલેડિયમ’માં ડુપ્લેક્ષ ફલેટ, 22 માળનો પ્રોજેકટ

સાત પેઢી સુધી સુખ-સમૃધ્ધિની સુવિધા, પર્લ ડેવલપર્સનું મુંજકા પાસે નવુું સોપાન રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ જગતમાં વિશ્વાસના પ્રતિક સમા પર્લ ડેવલપર્સ…

સાત પેઢી સુધી સુખ-સમૃધ્ધિની સુવિધા, પર્લ ડેવલપર્સનું મુંજકા પાસે નવુું સોપાન

રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ જગતમાં વિશ્વાસના પ્રતિક સમા પર્લ ડેવલપર્સ દ્વારા ન્યૂ રાજકોટની શાન સમાન રિંગરોડ-2 પર મુંજકા આશ્રમની સામે એક અનોખુ, રળિયામણુ નવા અંદાજ સાથે નપર્લ પેલેડિયમથ નામથી નવુ નઝરાણુ આકાર લેવા જઇ રહ્યુ છે. માનવ માત્રને તેમના જીવનની એક ઇચ્છા જરૂૂર હોય છે કે, પોતાના પરસેવાની કમાણીમાંથી એક એવા ઘરનો આસરો બનાવે કે જ્યા તેમની સાત પેઢી નિશ્ચિત રીતે સુખ-સમૃધ્ધિ અને વૈભવી સુવિધા સાથે રહી શકે.

નપર્લ પેલેડિયમથમાં એ તમામ મહેચ્છાઓ પુરી થાય તેવી આર્દશ ભાવના સાથે નપર્લ પેલેડિયમથના ભાગીદારોએ જીણામાં જીણી બાબતનું ધ્યાન રાખીને આ પ્રોજેક્ટના શ્રીગણેશ કર્યા હતા. ગ્રાહકોનો સંતોષ એ જ નફો એવા ઉમદા ધ્યેય સાથે પર્લ ડેવલપર્સના ભાગીદારો તેમના અત્યાર સુધીના તમામ પ્રોજેક્ટ બનાવ્યા છે અને ભવિષ્યમાં જેટલા પણ પ્રોજેક્ટ બનશે તેમા આ જ ધ્યેયનું સિંચન પ્રોજેક્ટના પાયામાં થશે તેવી અતૂટ ખાતરી પર્લ ડેવલપર્સના ભાગીદારોએ આપી છે. જે પરિવાર વર્ષોથી ટેર્નામેન્ટમાં રહેવા ટેવાયેલા હોય તેવા પરિવારને ધ્યાનમાં રાખીને નપર્લ પેલેડિયમથમાં ડુપ્લેક્ષ ટાઇપ ફ્લેટ બનાવવામા આવ્યા છે.

એવુ લાગે જ નહીં કે ફ્લેટની અંદર રહીએ છીએ. જાજરમાન બે માળના બંગલાનો અનુભવ થાય તેવુ અદભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઇ રહ્યુ છે. રાજકોટમાં ભાગ્યે જ આ પ્રકારના ડુપ્લેક્સ ફ્લેટનો પ્રોજેક્ટ બને છે. ડુપ્લેક્ષ ફ્લેટના આકર્ષણને લઇને પ્રોજેક્ટના પાયા નખાયા ત્યારથી જ ધડાધડ બુકીંગ થવા લાગ્યા છે. 22 માળની ચાર બિલ્ડીંગ જેમા આઠ વીંગ સાથે નિર્માણ થઇ રહેલા આ પ્રોજેક્ટમાં હાલ આઠમા માળ સુધી તો કામ પહોંચી પણ ગયુ છે.

પર્લ પેલેડિયમમા રહેનારને નાના-મોટા પ્રસંગો માટે બહાર કોઇ ખાનગી પાર્ટી પ્લોટ માટે મોંઘોદાટ ખર્ચ કરવો ન પડે એ માટે વિશાળ બેંકવેટ હોલ બનાવવામા આવી રહ્યો છે. આ ઉપરાંત આધુનિક થિયેટર, જીમ, જોગર્સપાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, નયનરમ્ય બગીચો, પ્રત્યેક ફ્લેટને બે કાર પાર્કિંગ, સીસીટીવી કેમેરા કવચ, તમામ એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર 24 કલાક સિક્યુરિટી કેબીન સહિત અઢળક એમીનીટીઝ આપવામા આવશે.

ડેવલપર્સે પોતાના ખર્ચે રિંગરોડ-2થી પ્રોજેક્ટસુધી બનાવ્યો સિમેન્ટ રોડ
મુંજકા આશ્રમ(સનાતન)ની સામે 100 ફૂટનો જે રોડ નીકળે છે ત્યા જ નપર્લ પેલેડિયમથ પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે. રિંગરોડ-2થી તદ્ન નજીક જ છે. ત્યાથી પર્લ પેલેડિયમ સુધી જવા માટે પર્લ ડેવલપર્સે ખુદ પોતાના ખર્ચે સિમેન્ટ રોડ બનાવ્યો છે. આવતા 50 વર્ષ સુધી આ સિમેન્ટ રોડની કાંકરી પણ ન નીકળે તેવી મજબૂતાઇ સાથે બન્યો છે. સ્વ ખર્ચે માત્ર સિમેન્ટ રોડ જ નહીં પણ બન્ને બાજુ નાળિયેરી અને અન્ય વિલાયતી પ્લાન્ટેશન અને વચ્ચે ઝળહળતા લાઇટીંગ પોલ સહિતની સુવિધા પણ પર્લ ડેવલપર્સે પોતાના ખર્ચે અત્યારથી જ આપી દીધી છે.

રિંગરોડ-2 સિક્સલેનનું કામ પૂરુ થતાં ‘પર્લ પેલેડિયમ’ ને લાગશે ચાર ચાંદ
રિંગરોડ-2 એટલે કે, ઘંટેશ્વરથી કટારિયા ચોકડી, ગોંડલ રોડ, ઢોલરા, ભાવનગર રોડ, અમદાવાદ હાઇ-વે, માલિયાસણ, મોરબી રોડ અને રોણકી થઇને માધાપર ચોકડી સુધીનો કુલ ઘેરાવો 51.68 કી.મી.નો છે. આ સમગ્ર રિંગરોડ-2ને સિક્સલેન બનાવવાનું આયોજન છે. એ પૈકી પ્રથમ ફેઇઝમા માધાપર ચોકડીથી કટારિયા ચોકડી સુધી સિક્સલેનનું કામ ચાલી રહ્યુ છે. હયાત રોડની બન્ને બાજુ વીજ પોલ સહિતની સર્વિસ લાઇન સિફ્ટીંગ, રોડ લેવલીંગ સહિતનું મોટાભાગનું કામ પુરુ થઇ ચુક્યુ છે. સિક્સલેનનું કામ પુરુ થયે નપર્લ પેલેડિયમથને ઔર ચાર ચાંદ લાગશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

કટારિયા ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે 22 માળનો એકમાત્ર પ્રોજેક્ટ
રેસકોર્સ-2 અને અટલ સરોવરનું નિર્માણ થયા બાદ કટારિયા ચોકડીથી માધાપર ચોકડી સુધીનો વિસ્તાર મેટ્રો સિટીની જેમ જેટ ગતિએ વિકસવા લાગ્યો છે. ખાસ કરીને સ્માર્ટ સિટી વિસ્તારમાં પગ મુકો એટલે જાણે દૂબઇ કે સિંગાપોરની ધરતી પર આવ્યા હોય તેવો નઝારો જોવા મળે છે. આવા વિકસિત વિસ્તારમાં પર્લ ડેવલપર્સ દ્વારા પર્લ પેલેડિયમનો 22 માળનો આ એકમાત્ર પ્રોજેક્ટ હાલ મુકાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *