લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદ

રેલ નગર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 34 વર્ષીય પરપ્રાંતીય યુવતી પર ફેસબુક ફ્રેન્ડ અને ભક્તિનગર પોલીસ મથકનો કર્મચારી હોવાની ઓળખ આપી અમિતસિંગ…

રેલ નગર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 34 વર્ષીય પરપ્રાંતીય યુવતી પર ફેસબુક ફ્રેન્ડ અને ભક્તિનગર પોલીસ મથકનો કર્મચારી હોવાની ઓળખ આપી અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણએ અપરિણીત હોવાનું કહી લગ્નની લાલચ આપી 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકે લગ્નનીના પાડી સંપર્ક તોડી નાખ્યો હતો.બાદમાં યુવતીએ દુષ્કર્મ આચર્યા અંગેની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બાદ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ગુનાની તપાસ શરૂૂ કરતા અમિતસિંગ ચૌહાણએ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને આગોતરા જામીન અરજીનો વિરોધ કરી દલીલ કરી હતી.

કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો નોંધાયેલો છે આરોપી પોલીસ કોન્સ્ટેબલ છે કાયદાના જાણકાર છે તેમને કાયદાનું રક્ષણ કરવાનું હોય પોતેજ કાયદાનો ભંગ કરે તે યોગ્ય નથી અને આવા દુષ્કર્મના ગુનામાં આગોતરા જામીન આપવા જોઈએ નહીં તેથી તેમની આગોતરા જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી. સરકાર પક્ષની દલીલ અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ આગોતરા જામીન અરજી રદ કરી છે. સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *