મોરબીના જૂના સાદુળકામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બાળક સહિત ત્રણનાં મોત

મોરબી પંથકમાં આજે એક અત્યંત દુ:ખદ અને કરુણ ઘટના સામે આવી છે. મોરબી નજીક આવેલા જુના સાદુળકા ગામ પાસે પાણીથી ભરેલા એક મોટા ખાડામાં (તલાવડીમાં)…

મોરબી પંથકમાં આજે એક અત્યંત દુ:ખદ અને કરુણ ઘટના સામે આવી છે. મોરબી નજીક આવેલા જુના સાદુળકા ગામ પાસે પાણીથી ભરેલા એક મોટા ખાડામાં (તલાવડીમાં) ડૂબી જવાના કારણે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. તંત્ર અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને કલાકોની જહેમત બાદ ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.મોરબીના જુના સાદુળકા ગામ પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બાળક સહીત ત્રણના મોત થતા અરેરાટી ફેલાઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામે પાણીના ખાડામાં 3 લોકો ન્હાવા ગયા બાદ ડૂબી ગયાની માહિતી સવારે 11 વાગ્યાના અરસામાં ફાયર ટીમને મળી હતી જેથી ફાયર ટીમના તરવૈયાઓ દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ફાયર ટીમે કલાકો સુધી સતત શોધખોળ કર્યા બાદ ત્રણ કલાકથી વધુ સમય બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા મૃતક હાથાભાઈ કુંજાભાઈ રાતડીયા (ઉવ.28), જયદેવ સોંડાભાઈ રાતડીયા (ઉ.વ.11) અને કાળુભાઈ ગીગુભાઇ ભરવાડ (ઉ.વ.31) એમ ત્રણ વ્યક્તિના મોત થયા હતા.

ફાયર ટીમે ત્રણેય મૃતદેહો બહાર કાઢી પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે હાલ પ્રાપ્ત વિગતો મુજબ ત્રણેય મૃતકો માલઢોર ચરાવવા ગયા હતા અને પાણીના ખાડામાં ન્હાવા ગયા બાદ ડૂબી જતા મોત થયા છે જોકે પોલીસ તપાસ બાદ વધુ વિગતો પ્રાપ્ત થશે હાલ બનાવને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે ને ત્રણેય મૃતકોના પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *