સિક્કામાં એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની જામીન અરજી ફગાવાઈ

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ધરાર પ્રેમીએ સંબંધ રાખવાના દબાણને વશ ન થતાં તલવારથી હુમલો કરી અને એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી, જે કેશમાં…

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ધરાર પ્રેમીએ સંબંધ રાખવાના દબાણને વશ ન થતાં તલવારથી હુમલો કરી અને એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી, જે કેશમાં આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી છે. જે કેસમાં આરોપીના ટેલીફોનમાં પુરાવાઓ એકત્રીત કરવામાં આવેલા હતા. માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુકત કરવા તેવો કોઈ કાયદાનો હેતું નથી તેવી પણ અદાલતે ટકોર કરી હતી. આ કેશની હકિક્ત એવી છે કે, સીકકા ગામ ખાતે વસવાટ કરતા નીલમબેનના લગ્ન ભાવેશભાઈ કે, જેઓ સીકકા ગામ ખાતે વસવાટ કરે છે તેમના સાથે થયેલા અને લગ્ન જીવન દરમ્યાન તેમને એક પુત્રી અને એક પુત્ર સંતામાં છે.

નીલમબેનના પતીનું કેન્સરની બીમારીથી મુત્યુ થઈ ગયેલ હોય, જેથી આ નીલમબેન તેમના બંન્ને સંતાનો સાથે સીકકા મુકામે એકલા વસવાટ કરતા હતા, તેમનો તા.14/08/2025ના રોજ તીક્ષ્ણ હથીયારોની ઈજાઓથી માર મારેલ હાલતમાં લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળતા તેઓને હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલાં અને તેમને તીક્ષ્ણ હથીયારથી ગળાના ભાગે અને માથાના ભાગે માર મારેલ હોવાથી તેમનું મૃત્યુ થયેલ હોવાનું પી.એમ.રીપોર્ટમાં જાહેર થયું હતું.

આ બાબતે મરણ જનારના ભાઈએ જામનગર જીલ્લાના સીકકા પોલીસ સ્ટેશનમાં આરોપી સુખદેવસીંહ વિરાજી જાડેજાનાઓ સામે ફરીયાદ જાહેર કરેલ અને તેમાં જણાવેલ કે, આ આરોપી તેમની બહેન સાથે ધરારથી પ્રેમ સંબંધો રાખવા વારંવાર દબાણ કરતા અને ડરાવતા ધમકાવતો, અને ફરીયાદીના બહેન નીલમબેન તેમના વશ ન થતાં તેમને મોતને ઘાટ ઉતારી દીધી છે, તે બાબતની ફરીયાદ જાહેર થતાં આરોપીને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તેથી આરોપીએ જામીન અરજી દાખલ કરતા, તેમાં આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ જે બનાવ બનેલ છે તેમાં ચાર્જશીટ થઈ ગયેલ છે, તે સમગ્ર ચાર્જશીટનો અભ્યાસ કરવામાં આવે તો કોઈ દાર્શનીક સાહેદો નથી.

આમ અદાલતે તમામ દલીલો અને ચાર્જશીટ અને તમામ પુરાવો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી તરફે થયેલ રજુઆતો ધ્યાને લઈ અને આરોપી સુખદેવસીંહ સુખુભા વિરાજી જાડેજા રે.સીકકા વાળાઓની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ આ કેશમાં મુળ ફરીયાદી જયદીપભાઈ અરવીંદભાઈ વ્યાસ તરફે વકીલ શ્રી રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *