શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આરટીઓ નજીક માલધારી સોસાયટીમાં રહેતા યુવક વિકી મનુભાઈ રાઠોડને અગાઉના ઝઘડાનો ખાર રાખી વિશાલ મંગલભાઈ રાઠોડ, રણજિત રામભાઈ રાઠોડ,સંજય રામભાઈ રાઠોડ અને વિક્રમ સંજયભાઈ રાઠોડે માથાકૂટ કરી છરીના ઘા ઝીંકી અને બાદમાં પાઇપ વડે મારમાર્યો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો હતો.
વિકીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા ઝુંપડે સુતો હતો ત્યારે મારી પત્નીએ જગાડીને જણાવેલ કે આપડા દિકરા આયુષને પાંચ રૂૂપિયાનો સીક્કો આપેલ હતો તે સીક્કો પાડોશમા રહેતા સંજયભાઇના દિકરા આશીષએ લઇ લીધેલ જેથી હું સંજયભાઇના ઘરે જતા તેમની પત્ની જયોતીબેને મારી સાથે બોલાચાલી કરેલ હતી.આમ મારી પત્નીએ વાત કરેલ જે બાબતે અમારે તથા પાડોશમાં રહેતા પરીવારના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
બાદ હું મારી પત્ની સાથે માલધારી સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ કાળુભાઈ નારેજાના ઘરે જમવા ગયા અને ત્યાંથી જમીને બપોરના દોઢેક વાગ્યે હુ મારી પત્ની સાથે ઘરે જતા હતા ત્યારે માલધારી સોસાયટી શેરી નં.4 મચ્છીવાળાની સામે બાપા સીતારામ ચોક પાસે પહોચેલ સમયે આ પાડોશમાં રહેતા વિશાલ મંગલભાઇ રાઠોડ, રણજીત રામભાઇ રાઠોડ,સંજય રામભાઇ રાઠોડ અને વિક્રમ સંજયભાઇ રાઠોડ આ ચારેય લોકો આવી સવારે થયેલ ઝઘડાનો ખાર રાખી પોતાના હાથમાં રહેલ છરી અને લોખંડના પાઇપ જેવા હથીયારો વડે મારા ઉપર તુટી પડેલ અને તેમા વિશાલ મંગલભાઇ રાઠોડે મને છરી વડે જમણી બાજુ છાતીના ભાગે ઇજા કરી અને રણજીભાઈ રામભાઇ રાઠોડે તેના હાથમાની છરી વડે મને છાતીના ભાગે,તેમજ પેટના ભાગે ઇજા પહોચાડેલ તેમજ સંજય રામભાઇ રાઠોડ અને વિક્રમ સંજયભાઇ રાઠોડે પોતાના હાથમાના પાઇપ વડે મારા પગ,હાથ તેમજ પીઠ ઉપર આડેધડ ફટકા મારેલ જેમા મને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ રાણે તપાસ ચલાવી રહ્યા છે.
