12 જેટલા ગુન્હામાં સડોવાયેલ નામચીન ભૂરીને કઈઇ ઝોન-2ના LCBઆર.એચ.ઝાલાની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો
શહેરના સાધુ વાસવાણી રોડ પર પરોઢીયે મંદિરે દર્શન કરવા જતાં સાઈબર ક્રાઈમના પીએસઆઈના 62 વર્ષીય વૃદ્ધ માતાના ગળામાંથી બે લાખના સોનાના ચેઇનની ચિલઝડપના બનાવમાં ડીસીપી ઝોન-2ની એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા તેમની ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી નામચીન શખ્સને ઝડપી લઈ સોનાનો ચેન કબજે કર્યો હતો. મળતી વિગતો મુજબ સાધુ વાસવાણી રોડ પર ઉત્સવ પાર્ક શેરી નંબર-1 વાઇબ્રન્ટ હોસ્પિટલવાળી શેરીમાં રહેતા સાઈબર ક્રાઈમના પીએસઆઇ રવિ કાસુન્દ્રાના માતા વિજયાબેન જીવરાજભાઈ કાસુન્દ્રા (ઉ.વ.62) ગઈ તા.19/10 ના સવારના સાતેક વાગ્યે આસપાસ ઘર પાસે સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરીથી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ચાલીને જતા હતા. દરમિયાન સામેથી આવતા અજાણ્યા સફેદ કલરના એકટીવાચાલકે તેમના ગળામાં ઝોંટ મારી નાસી ગયો હતો. ઝપાઝપીમાં વિજયાબેને પહેરેલ ચેનનું પેન્ડલ પડી જતા તેમના હાથમાં આવી ગયું હતું.
પરંતુ બે લાખનો સોનાનો 20 ગ્રામનો ચેન લઈને આ શખસ નાસી ગયો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે સમડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.એલસીબી ઝોન-2ની ટીમે ગણતરીના કલાકોમાં નવલનગર શેરી નં. 9 ના ખૂણે, કૈલાશ નગર-2માં રહેતા રીઢા તસ્કર મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો ધનજી જેઠવા (ઉવ 28)ને ઝડપી લઇ 2 લાખનો સોનાનો ચેન કબજે કર્યો હતો. ઝડપાયેલ મેહુલ વિરુદ્ધ ચોરી સહિતના 12 ગુના નોંધાઈ ચૂક્યાનું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઈની સુચનાથી એલસીબી ઝોન-2ન પીએસઆઈ આર.એચ.ઝાલા સાથે એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા,રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અમીનભાઇ ભલુરે કામગીરી કરી હતી.
