રાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધા

શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા નાગરિકોને રિક્ષામાં બેસાડીને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પંદર દિવસ પહેલા રાજકોટના યુવકને સારંગપુર સર્કલ…

શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા નાગરિકોને રિક્ષામાં બેસાડીને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પંદર દિવસ પહેલા રાજકોટના યુવકને સારંગપુર સર્કલ પાસે રિક્ષા છરી બતાવીને રોકડા રૂા.7,800 તથા મોબાઇલ લૂંટી લીધા બાદ રિક્ષા ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રાયપુરથી કાલુપુર રેવલે સ્ટેશન જવા રિક્ષામાં જતા યુવકને સારંગપુરમાં રિક્ષાચાલકે રોકાડ તથા મોબાઇલ લૂંટી લેતા કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ઉત્તર પ્રદેશના વતની અને રાજકોટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક તા. 23-08-25ના રોજ મિત્ર સાથે મુંબઇથી ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ રાયપુર કંટોળિયાવાસમાં રહેતા મિત્રના ઘરે રોકાયા હતા અને બીજા દિવસે બન્ને મિત્રો સવારે રાજકોટ જવાનું હોવાથી રાયપુરથી શટલ રિક્ષામાં બેસીને કાલુપુર જતા હતા.

ત્યારે સારંગપુર સર્કલ પાસે રિક્ષા ચાલકે રિક્ષા સાઇડમાં ઉભી રાખીને આગળ નહી જાય ભાડું આપી દો કહીને ખિસ્સામાંથી છરી કાઢીને યુવકને બતાવીને રોકડા રૂા.7,800 અને મોબાઇલ લૂંટી લીધો હતો. ત્યારબાદ રિક્ષા ચાલકે રિક્ષામાંથી ઉતારીને ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે યુવકે અજાણ્યા રિક્ષા ચાલક સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *